National News/ 1 એપ્રિલથી બદલાશે ઇન્કમ ટેક્સનો કાયદો, HRA અને બાળકોના શિક્ષણ ભથ્થામાં મળશે મોટી ટેક્સ છૂટ

ભારતમાં 1 એપ્રિલ 2026 થી નવો Income Tax એક્ટ લાગુ થઈ રહ્યો છે. પગારદાર કર્મચારીઓ માટે HRA, ચિલ્ડ્રન અલાઉન્સ અને મેડિકલ લોનમાં મોટી રાહત આપવામાં આવી છે. જાણો વિગતવાર ફેરફારો.

NATIONAL Top Stories India
Income Tax

New Income Tax Act 2025 rules: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 માં કરેલી જાહેરાત મુજબ, આગામી 1 એપ્રિલ 2026 થી દેશમાં નવો આવકવેરા કાયદો અમલમાં આવશે. આ નવા કાયદાનો મુખ્ય હેતુ જટિલ ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો છે. જોકે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ HRA, ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ અને રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

HRA ના નિયમોમાં મોટો સુધારો

પગારદાર કર્મચારીઓ માટે ઘરભાડું ભથ્થું (HRA) ટેક્સ બચાવવાનું મોટું સાધન છે. નવા કાયદા હેઠળ હવે અમદાવાદ, બેંગલુરુ, પુણે અને હૈદરાબાદ જેવા ઝડપથી વિકસતા શહેરોને મેટ્રો સિટીની સમકક્ષ ગણીને 50% HRA છૂટનો લાભ આપવામાં આવશે. બીજી તરફ, દિલ્હી-NCR માં રહેતા લોકો માટે આ મર્યાદા 40% રાખવામાં આવી છે. આ ફેરફારને કારણે કંપનીઓ કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી શકે છે, જે ટેક્સની દ્રષ્ટિએ વધુ ફાયદાકારક રહેશે.

બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ ખર્ચમાં મોટી રાહત

મધ્યમ વર્ગના પરિવારો માટે સૌથી સારા સમાચાર શિક્ષણ ભથ્થામાં છે:

એજ્યુકેશન અલાઉન્સ: જે પહેલા માત્ર ₹100 પ્રતિ બાળક હતું, તે વધારીને હવે ₹3,000 પ્રતિ માસ (પ્રતિ બાળક) કરવામાં આવ્યું છે.

હોસ્ટેલ અલાઉન્સ: આ અલાઉન્સ પણ ₹300 થી વધારીને ₹9,000 પ્રતિ માસ (પ્રતિ બાળક) કરવામાં આવ્યું છે.

આ ફેરફારથી શિક્ષણ પાછળ ખર્ચ કરતા પરિવારોને ટેક્સમાં મોટી બચત થશે.

મેડિકલ લોન અને અન્ય છૂટછાટો

નવા કાયદામાં કર્મચારીઓને માલિક (Employer) તરફથી મળતી મેડિકલ લોન પરની ટેક્સ (Income Tax) ફ્રી મર્યાદા ₹20,000 થી વધારીને ₹2 લાખ કરવાની દરખાસ્ત છે. આ ઉપરાંત, વાહનોની ખરીદી કે રોકડ જમા કરાવવા જેવા વ્યવહારોમાં પાન (PAN) કાર્ડની ફરજિયાત મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી નાના વ્યવહારો કરનારા સામાન્ય લોકો પર બોજ ઓછો થાય.

Income Tax ની ‘ટેક્સ યર’ ની નવી વ્યવસ્થા

નવા કાયદાની સૌથી મોટી વિશેષતા એ છે કે હવે ‘ફાઇનાન્શિયલ યર’ (નાણાકીય વર્ષ) અને ‘એસેસમેન્ટ યર’ નો તફાવત ખતમ કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ હવે માત્ર ‘ટેક્સ યર’ (Tax Year -Income Tax) શબ્દનો ઉપયોગ થશે, જે એપ્રિલથી માર્ચ સુધીના 12 મહિનાનો રહેશે. આનાથી પ્રથમ વખત ટેક્સ (Income Tax) ભરનારા લોકો માટે કન્ફ્યુઝન દૂર થશે અને ITR ફાઇલ કરવું વધુ સરળ બનશે.

સ્ટોક માર્કેટ અને ટ્રાન્સપરન્સી

શેરબજારમાં રોકાણકારોના (Income Tax) હિતોની રક્ષા માટે સ્ટોક એક્સચેન્જો માટે નિયમો કડક કરાયા છે. હવે એક્સચેન્જોએ 7 વર્ષ સુધીનો ઓડિટ ટ્રેલ જાળવવો પડશે અને કોઈ પણ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ ડિલીટ કરી શકાશે નહીં. આનાથી બજારમાં પારદર્શિતા વધશે.


આ પણ વાંચો:  સિંધુ જળ સંધિ બાદ એક્શન મોડમાં સરકાર, જમ્મુ-કાશ્મીરમાં હાઈડ્રો પ્રોજેક્ટ્સને મળી નવી ગતિ

આ પણ વાંચો:  કર્ણાટકમાં હેવાનીયતની પરાકાષ્ઠા: પતિએ જાહેરમાં પત્નીનું ગળું કાપ્યું, પછી કાર નીચે કચડીને પતાવી દીધી

આ પણ વાંચો: હવે ઘરે બેઠા મેળવો મફત PNG ગેસ કનેક્શન, ₹500 ની ગેસ ફ્રી અને સિક્યોરિટી ફી માફ