Banas Dairy/ બનાસકાંઠામાં સમગ્ર દેશનું સૌપ્રથમ ગાય સંવર્ધન કેન્દ્ર સ્થપાયું

બનાસ ડેરીમાં દેશનું સૌપ્રથમ ગાયસંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આ સંવર્ધન કેન્દ્ર 325 કરોડના ખર્ચે ઊભું કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર 1.8 મિલિયન યુનિટ વીજળી પણ ઉત્પન્ન કરશે.

Top Stories Gujarat Others Breaking News

Banaskantha News: બનાસકાંઠામાં ગાયોનું દૂધ વધારવા બનાસ ડેરીએ તેનો આગવો અભિગમ અપનાવ્યો છે. તેના માટે ભીલડી ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ગાયના સંવર્ધનનું આ પ્રથમ કેન્દ્ર છે. નવી ગાયો માટે આ બ્રીડિંગ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. પ્રથમ વર્ષમાં 10 હજાર ભ્રુણ ઉત્પન્ન કરવામાં આવશે. તેના પછી દર વર્ષે 25 હજાર ભ્રુણ ઉત્પન્ન કરવામાં આવશે.

આ કેન્દ્રમાં સારી, ઉચ્ચ ગુણવત્તાવાળુ અને વધુ દૂધ આપે તેવી ગાયો માટે બ્રીડિંગ કરવામાં આવનાર છે. આ સંવર્ધન કેન્દ્ર 125 એકરમાં ફેલાયેલું છે. આના કારણે આગામી દિવસોમાં લોકોને વધારે ઊંચી ગુણવત્તાવાળું અને વધારે પોષણક્ષમ દૂધ મળી રહે તેવી સંભાવના છે. 325 કરોડ રૂપિયાના ખર્ચે ઊભું થયેલું આ સંવર્ધન કેન્દ્ર બધી જ સગવડોથી સજ્જ છે.

આ કેન્દ્ર 18 મિલિયન યુનિટ વીજળીનું પણ ઉત્પાદન કરશે. આમ ઉચ્ચ ગુણવત્તાવાળી ગાયના બ્રીડિંગ માટે આ કેન્દ્રને સફળતા મળે તેના પછી બીજા કેન્દ્ર સ્થપાય તો પણ આશ્ચર્ય નહી થાય. એકદમ વૈજ્ઞાનિક ઢબે તેનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સ્થાપના માટે આધુનિકમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં બનનારા બીજા કેન્દ્રો માટે આ કેન્દ્ર પથદર્શક પણ બની શકે છે.


આ પણ વાંચો: શંકર ચૌધરીની બનાસ ડેરીને શ્રેષ્ઠ સહકારિતા એવોર્ડ મળ્યો

આ પણ વાંચો: અમિત શાહના હસ્તે આગથળા ખાતે “બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ”નું ભવ્ય લોકાર્પણ કરાયું

આ પણ વાંચો: અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું