World News/ તેલ ચોરોની ખેર નથી! પાકિસ્તાને તેલ-ગેસની દાણચોરી રોકવા આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો

Pakistanસરકારે તેલ અને ગેસની ચોરીને આતંકવાદની શ્રેણીમાં મૂકતું નવું બિલ સંસદમાં રજૂ કર્યું છે. હવે તેલ ચોરોને 14 વર્ષની જેલ અને 3 કરોડ રૂપિયાનો દંડ થશે. વાંચો પૂરી વિગત.

Top Stories World
Pakistan

Pakistan oil gas theft law 2026: આર્થિક પાયમાલી અને ઉર્જાના ભારે સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાને (Pakistan) તેલ અને ગેસ માફિયાઓ પર લગામ કસવા માટે મોટું કદમ ઉઠાવ્યું છે. પાકિસ્તાન સરકાર તેલ-ગેસના ગેરકાયદે સંગ્રહ, દાણચોરી અને ચોરીને હવે ‘આતંકવાદ’ (Terrorism) ની શ્રેણીમાં સામેલ કરવા જઈ રહી છે. આ અંગેનું ‘ક્રિમિનલ લો (સુધારો) બિલ, 2026’ પાકિસ્તાની સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે.

શા માટે આ કાયદો લાવવો પડ્યો?

પાકિસ્તાની (Pakistan) અખબાર ‘ડોન’ ના અહેવાલ મુજબ, દેશમાં તેલ અને ગેસની પાઈપલાઈન પર વારંવાર હુમલા કરીને મોટા પાયે ચોરી કરવામાં આવે છે. સરકારનો દાવો છે કે:

આતંકવાદી કનેક્શન: તેલ માફિયાઓ આતંકવાદી સંગઠનો સાથે મળીને પાઈપલાઈન તોડે છે અને ચોરેલા તેલને ઊંચા ભાવે વેચી તે નાણાંનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કરે છે.

સપ્લાય ચેઈન ખોરવાવી: તાજેતરમાં બલુચિસ્તાનમાં પાઈપલાઈન પર થયેલા હુમલાને કારણે ક્વેટા સહિતના અનેક વિસ્તારોમાં ઈંધણનો પુરવઠો ઠપ થઈ ગયો હતો.

Pakistan

Pakistanના  નવા કાયદાની મુખ્ય અને કડક જોગવાઈઓ

કાયદા મંત્રી આઝમ નઝીર તરાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ બિલમાં ગુનેગારો માટે નીચે મુજબની કડક સજા નક્કી કરવામાં આવી છે:

14 વર્ષની સખત જેલ: તેલ કે ગેસની પાઈપલાઈનમાંથી ચોરી કરનાર વ્યક્તિને 14 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

ભારે દંડ: જેલની સાથે દોષિતોને 3 કરોડ રૂપિયા સુધીનો જંગી દંડ ભરવો પડી શકે છે.

વોરંટ વગર ધરપકડ: આ કાયદાની સૌથી મોટી જોગવાઈ એ છે કે પોલીસ કે તપાસ એજન્સીઓ આરોપીની ધરપકડ કરવા માટે કોર્ટના વોરંટની રાહ જોશે નહીં, તેઓ સીધી ધરપકડ કરી શકશે.

દાણચોરી પર રોક: પેટ્રોલિયમ પેદાશોની દાણચોરી અને ગેરકાયદે સંગ્રહખોરી કરનારને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.

Pakistan

આતંકવાદીઓ જેવી જ થશે કાર્યવાહી

આ નવા સુધારા બાદ તેલ-ગેસ ચોરો સામે ‘એન્ટી ટેરરિઝમ એક્ટ‘ જેવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાન (Pakistan) સરકારનું માનવું છે કે આ પગલાથી ઉર્જા સંકટમાં થોડી રાહત મળશે અને રાષ્ટ્રીય સુરક્ષાના નામે માફિયાઓ પર લગામ કસી શકાશે.


આ પણ વાંચો : ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતીના એંધાણ, પાકિસ્તાનની મધ્યસ્થીમાં યોજાશે મોટી બેઠક

આ પણ વાંચો :  શું ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો અંત આવશે? પાકિસ્તાન, સાઉદી અને તુર્કી શાંતિ સ્થાપવા મેદાનમાં

આ પણ વાંચો :   પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન