Bodi Tribe Ethiopia: સુંદરતાની વ્યાખ્યા દરેક સમાજમાં અલગ-અલગ હોય છે. જ્યાં એક તરફ લોકો વજન ઘટાડવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે, ત્યાં ઇથોપિયાની ‘બોદી’ (Bodi Tribe) જનજાતિમાં જે પુરુષનું પેટ (Stomach) સૌથી મોટું હોય તેને સૌથી વધુ આકર્ષક અને શક્તિશાળી માનવામાં આવે છે. આ જનજાતિમાં મોટું પેટ હોવું એ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની નિશાની ગણાય છે.
‘કા’એલ’ (Ka’el) સ્પર્ધા: Stomach વધારવાનો અનોખો ઉત્સવ
બોદી જનજાતિમાં દર વર્ષે એક ખાસ પરંપરા ઉજવવામાં આવે છે, જેને ‘કા’એલ’ સમારોહ કહેવામાં આવે છે. આ એક પ્રકારની સ્પર્ધા છે જેમાં અપરિણીત યુવાનો ભાગ લે છે. દરેક પરિવાર પોતાના એક યુવાનને આ સ્પર્ધા માટે પસંદ કરે છે. આ સ્પર્ધા જીતવા માટે યુવાનોએ 6 મહિના સુધી ખાસ પ્રકારની તૈયારી કરવી પડે છે, જેનો એકમાત્ર હેતુ હોય છે – વજન વધારવો અને પેટ (Stomach) મોટું કરવું.
6 મહિનાનો કઠિન ‘ડાયેટ પ્લાન’: દૂધ અને લોહીનો ખોરાક
આ સ્પર્ધામાં ભાગ લેનારા યુવાનોએ 6 મહિના સુધી પોતાની ઝૂંપડીમાં જ રહેવું પડે છે અને કોઈ પણ પ્રકારની શારીરિક મહેનત કરવાની મનાઈ હોય છે. તેમનો મુખ્ય ખોરાક ગાયનું દૂધ અને પશુઓનું લોહી હોય છે.
પશુઓની પવિત્રતા: ખાસ વાત એ છે કે આ જનજાતિ ગાયને પવિત્ર માને છે, તેથી તેઓ ગાયને મારતા નથી, પરંતુ તેની નસમાંથી થોડું લોહી કાઢીને તેને ફરીથી સાજી કરી દે છે.
યુવાનોએ આ મિશ્રણ ખૂબ જ ઝડપથી પીવું પડે છે, કારણ કે તે જામી ન જાય. જે યુવાન સૌથી વધુ લોહી અને દૂધ પીવે છે તેનું પેટ ઝડપથી બહાર આવે છે.
View this post on Instagram
વિજેતા બને છે આખા સમાજનો ‘હીરો’
6 મહિના પૂરા થયા પછી તમામ સ્પર્ધકો ગામની વચ્ચે ભેગા થાય છે. તેઓ પોતાના શરીર પર માટી (Stomach)અને રાખ લગાવીને ગર્વથી પોતાની ‘ફાંદ’ (પેટ) બતાવે છે. જે પુરુષનું પેટ (Stomach)સૌથી મોટું અને વજન સૌથી વધુ હોય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. વિજેતાને કોઈ રોકડ ઈનામ મળતું નથી, પરંતુ તેને આખા સમાજમાં ‘હીરો’ જેવું સન્માન મળે છે. જનજાતિની મહિલાઓ આવા પુરુષોને સૌથી વધુ પસંદ કરે છે અને તેમના માટે મોટું પેટ તાકાત અને સફળતાનું પ્રતીક છે.
ધીમે-ધીમે લુપ્ત થઈ રહી છે પરંપરા
આધુનિકતા અને બદલાતા સમય સાથે હવે આ અનોખી પરંપરા ધીમે-ધીમે ખતમ થઈ રહી છે. તેમ છતાં, બોદી જનજાતિની આ પરંપરા આપણને શીખવે છે કે સુંદરતા માત્ર દેખાવમાં નથી, પણ સંસ્કૃતિ અને પરંપરાઓના દ્રષ્ટિકોણમાં પણ રહેલી છે.
આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ શોધો અને રોમાન્સ કરો! ચીનની કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રેમ કરવા માટે આપી 1 અઠવાડિયાની રજા
આ પણ વાંચો: ભારતનું અનોખું સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર 2 વાર જ આવે છે ટ્રેન, જાણો કારણ


