IPL 2026/ KKR Captain: ‘મારી સફળતાથી લોકો બળે છે’, ટીકાકારો પર અજિંક્ય રહાણેનો વળતો પ્રહાર

સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ KKR કેપ્ટન અજિંક્ય રહાણેએ ટીકાકારોને આકરા શબ્દોમાં સંભળાવી દીધું છે. રહાણેએ કહ્યું કે લોકો તેના વિરુદ્ધ એજન્ડા ચલાવી રહ્યા છે. જાણો શું છે આખો વિવાદ.

Top Stories Sports
Ajinkya Rahane KKR Captain News

Ajinkya Rahane KKR Captain News: IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે 65 રનથી મળેલી કારમી હાર બાદ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના કેપ્ટન અજિંક્ય રહાણેનો પારો સાતમા આસમાને પહોંચ્યો છે. સામાન્ય રીતે શાંત ગણાતા રહાણેએ પ્રેસ કોન્ફરન્સમાં ટીકાકારોને આકરા શબ્દોમાં સંભળાવી દીધું છે કે લોકો તેના વિરુદ્ધ એજન્ડા ચલાવી રહ્યા છે.

‘મેચ જોયા વગર જ સવાલ ઉઠાવે છે લોકો’

લગાતાર બીજી હાર બાદ જ્યારે રહાણેને તેના સ્ટ્રાઈક રેટ અને બેટિંગ અભિગમ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે વળતો પ્રહાર કરતા કહ્યું, “2023થી મારો સ્ટ્રાઈક રેટ શ્રેષ્ઠ રહ્યો છે. જે લોકો મારા વિશે વાતો કરી રહ્યા છે, તેઓ કદાચ મેચ નથી જોઈ રહ્યા અથવા તો તેમના મનમાં મારા વિરુદ્ધ કોઈ એજન્ડા છે. તેમને મને રમતા જોવો ગમતો નથી.”

શું કહે છે રહાણેના આંકડા?

રહાણેના દાવા મુજબ આંકડા પણ તેને મજબૂત સાબિત કરે છે, પરંતુ માત્ર પાવરપ્લેમાં. પાવરપ્લે (૧-૬ ઓવર) ની વાત કરીએ તો, 2023થી રહાણેનો સ્ટ્રાઈક રેટ 167.78 છે, જે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જેવા વિસ્ફોટક બેટ્સમેનો પછી ચોથા ક્રમે આવે છે. જોકે, મિડલ ઓવર્સ (7-15 ઓવર) માં રહાણે સંઘર્ષ કરતો દેખાય છે. ખાસ કરીને સ્પિનર્સ સામે તેનો સ્ટ્રાઈક રેટ ઘટીને માત્ર 114.02 રહી જાય છે, જે તેની ટીકાઓનું મુખ્ય કારણ છે.

‘મારી સફળતાથી લોકો બળે છે’

પોતાની ટીકા પર પલટવાર કરતા રહાણેએ વધુમાં ઉમેર્યું કે, “કદાચ જેટલી સફળતા મને મળી છે તેનાથી લોકો જલે છે. હું તેની ચિંતા કરતો નથી. એક ઇનિંગથી કંઈ બદલાતું નથી. મારો ઈરાદો સાચો હતો, પરંતુ ક્યારેક લય નથી મળતી. સારું છે કે લોકો મારા વિશે વાત કરી રહ્યા છે, પછી ભલે તે નેગેટિવ હોય કે પોઝિટિવ.”

KKRની હારનું કારણ શું?

227 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા KKRની ટીમ માત્ર 161 રનમાં સમેટાઈ ગઈ હતી. રહાણે પોતે પણ 10 બોલમાં 8 રન બનાવી આઉટ થયો હતો. રહાણેએ હાર માટે કેમરન ગ્રીન ના રનઆઉટને ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો હતો. તેણે કહ્યું કે પાવરપ્લેમાં મોટી ભાગીદારી ન બની શકવાને કારણે ટીમ હારી ગઈ. હવે KKRનો સામનો 6 એપ્રિલે પંજાબ કિંગ્સ અને 9 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેમના ઘરેલુ મેદાન પર થશે.


આ પણ વાંચો: પંજાબ કિંગ્સને મળ્યો નવો હીરો, કૂપર કોનોલીએ ડેબ્યુમાં 72 રન ફટકારી ગુજરાતને હરાવ્યું

આ પણ વાંચો:RCB ને મોટો ફટકો: યશ દયાલ IPL 2026 માંથી આઉટ, POCSO કેસમાં ફસાયા બાદ લેવાયો નિર્ણય

આ પણ વાંચો: IPL ની સૌથી મોટી ડીલ: ₹15,286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, જાણો કોણે ખરીદી?