Entertainment News: ટેલિવિઝન પર વર્ષોથી આવતી આ સૌથી લોકપ્રિય સિટકૉમ ધારાવાહિક છે ‘ભાભીજી ઘર પર હૈ’ (Bhabhiji Ghar Par Hai)…જેણે દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી નથી! કેટલાક મહિના અગાઉ આ શોમાં કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા હતા અને એના બીજા સિઝનમાં શિલ્પા શિંદે (Shilpa Shinde) અંગૂરી ભાભીના રુપમાં પરત ફરી છે. છેલ્લા કેટલાય વર્ષોમાં આ શોએ દર્શકોને હસાવીને લોટપોટ કરી નાખ્યા છે પણ હવે એવા ન્યૂઝ છે કે, આ શો બંધ થઇ રહ્યો છે!

& TV પર ‘ભાભીજી ઘર પર હૈ’ (Bhabhiji Ghar Par Hai) બંધ થશે
આ સમાચાર અંગે શોના મુખ્ય એક્ટર આસિફ શેખ (Asif Shaikh) દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે…એણે ખુલાસો કર્યો છે કે & TV માં થયેલા પરિવર્તનોના કારણે ભાભીજી ઘર પર હૈ ટીવી પર બંધ થઇ રહ્યો છે! આ ટેલિવુડ અને બોલીવુડ અભિનેતાએ એમ પણ જણાવ્યું કે, દર્શકો એમના આ પોપ્યુલર સિટકૉમ અર્થાત્ સિચ્યુએશનલ કોમેડી (Sitcom, Situational Comedy) શો ક્યાં જોઇ શકાશે?

ઓટીટી પર ક્યાં આવશે ‘ભાભીજી ઘર પર હૈ’?
આ તમામ ચર્ચાઓ વચ્ચે આસિફ શેખે આ વાતની પુષ્ટિ કરી હતી કે આ સિટકૉમ ઝી-5 (Zee 5) પર આવી રહ્યો છે. વિભૂતિનારાયણ મિશ્રાની ભૂમિકા ભજવનાર આ અભિનેતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતુ કે, “હા…ભાભીજીને ઝી-5 ના ઓટીટી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. શોના તમામ કલાકારો અને ક્રૂને પણ આ ખબર છે. હાલમાં મીડિયામાં જે ખબરો ચાલી રહી છે એ વિશે મને કોઇ જાણકારી નથી, પરંતુ અમને એક મહિના અગાઉ જ ડિજિટલ પ્લેટફોર્મ (Digital Platform) પર શિફ્ટ થવા અંગે જણાવવામાં આવ્યુ હતુ. તો હા…ટીવી પર નહિં જોઇ શકાય…!
આસિફ શેખનો જૂનો ઇન્ટરવ્યૂ
પોતાના એક જૂના ઇન્ટરવ્યૂમાં આસિફ શેખે કહ્યું હતુ કે, શો સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર જવાથી એ ખુશ છે! એક્ટરે કહ્યું કે, “સૌથી જરુરી બાબત એ છે કે લોકો શો જોઇ રહ્યાં છે. આજકાલ લોકો લાંબો સમય કામ કરે છે અને એમને ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. મોબાઇલ (Mobile) સ્ક્રિનને કારણે એ પોતાની સુવિધા અનુસાર પોતાના મનપસંદ શોને સરળતાથી જોઇ શકે છે.”

ટીવીની હિટ સિટકૉમ બૉક્સ ઓફિસ પર ફ્લોપ
હાલમાં આ શોમાં રોહિતાશ ગૌર, આસિફ શેખ, શિલ્પા શિંદે અને વિદિશા મુખ્ય ભૂમિકાઓમાં છે. એમાંથી પ્રથમ બે કલાકાર શોની શરુઆતથી જ એનો હિસ્સો બનેલા છે. અહિં જણાવી દઇએ કે, આ શો પરથી ફિલ્મ (Film) ‘ભાભીજી ઘર પર હૈ- ફન ઓન ધ રન’ બની હતી જે બૉક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને 3 એપ્રિલે એ પણ ઝી-5 પર રિલીઝ થઇ છે.
આ પણ વાંચો: જયા બચ્ચન…તમે આ શું કહ્યું?…લગ્ન ‘આઉટડેટેડ’ ટ્રેન્ડ…સિંગલ છે બોલીવુડની આ મહિલાઓ…!
આ પણ વાંચો: સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ પર પુત્ર અવેઝનું બયાન…’હીરામંડી’ કેમ છોડી..!
આ પણ વાંચો: સિંગર હની સિંગના પૂણે શો પહેલા વિવાદ…જિલ્લા ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરે મોકલી નોટિસ..!
