National News/ તેલંગાણામાં ખૌફનાક ખેલ, એકે પરિવારને સ્વિમિંગ પૂલમાં ડુબાડ્યો તો બીજાએ યુવતીને આપ્યું HIV પોઝિટિવ લોહી

Telangana ના હનમકોંડામાં એક વ્યક્તિએ ગર્ભમાં દીકરી હોવાની શંકાએ પત્ની અને બે પુત્રીઓની સ્વિમિંગ પૂલમાં ડુબાડી હત્યા કરી છે. આ સાથે જ બીજી એક ઘટનામાં યુવતીને HIV લોહી ચઢાવનારની પણ ધરપકડ થઈ છે.

NATIONAL Top Stories India
Telangana

Double Crime in Telangana:  તેલંગાણાના હનમકોંડા જિલ્લામાં એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અઝહરુદ્દીન નામના વ્યક્તિએ પોતાની ગર્ભવતી પત્ની ફરહત અને બે પુત્રીઓ ઉમેરા અને 6 વર્ષની આયશાની સ્વિમિંગ પૂલમાં ડુબાડીને હત્યા કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પતિને શંકા હતી કે આ વખતે પણ પત્નીના ગર્ભમાં દીકરી જ છે, જેના કારણે તેણે આ ક્રૂરતાભર્યું પગલું લીધું હતું.

Telangana માં ગર્ભપાતનો ઈન્કાર બન્યો મોતનું કારણ

અઝહરુદ્દીને પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ તે સતત પુત્રની અપેક્ષા રાખતો હતો. પત્ની ફરીથી ગર્ભવતી થતા તેણે ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પત્નીએ તેનો સખત વિરોધ કર્યો હતો. આ વિરોધથી ઉશ્કેરાયેલા પતિએ આખા પરિવારને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું. તે યોજના મુજબ પરિવારને સ્વિમિંગ પૂલ પર લઈ ગયો અને પત્ની સહિત બંને દીકરીઓને પાણીમાં ફેંકી દીધી, જેના કારણે ત્રણેયના કરુણ મોત નિપજ્યા હતા. હાલ પોલીસની વિશેષ ટીમો ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.

Telangana

બીજી ઘટના: લગ્નની ના પાડતા યુવતીને HIV પોઝિટિવ લોહી ચઢાવ્યું

તેલંગાણાના (Telangana) મેડચલ-મલકાજગીરી જિલ્લામાં પણ એક ચોંકાવનારી ઘટના બની છે. મનોહર નામના 25 વર્ષીય યુવકે એક યુવતીએ લગ્નની ના પાડતા તેના શરીરમાં બળજબરીથી પોતાનું HIV પોઝિટિવ લોહી ઈન્જેક્ટ કરી દીધું હતું. યુવતીની હત્યા કરવાના ઈરાદે આ કૃત્ય આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109 (હત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


આ પણ વાંચો:  લગ્ન માટે પરિવાર ન માનતા પ્રેમી યુગલે ટ્રેન નીચે પડતું મૂક્યું, હાથ પકડીને સાથે જ દુનિયા છોડી

આ પણ વાંચો:  આંધ્રપ્રદેશમાં પ્રેમિકાની ક્રૂર હત્યા, લાશના 3 ટુકડા કરી માથું સળગાવ્યું; નેવી જવાનની ધરપકડ

આ પણ વાંચો:કર્ણાટકમાં હેવાનીયતની પરાકાષ્ઠા: પતિએ જાહેરમાં પત્નીનું ગળું કાપ્યું, પછી કાર નીચે કચડીને પતાવી દીધી