Entertainment News/ 42 વર્ષની વયે માતા બનશે કરિશ્મા તન્ના, લગ્નના 4 વર્ષ બાદ વરુણ બંગેરા સાથે શેર કરી ખુશખબર

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma) અને વરુણ બંગેરા ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. 42 વર્ષની વયે કરિશ્માએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. વાંચો ક્યારે આવશે તેમના ઘરે નવો મહેમાન.

Trending Entertainment
Karishma

Karishma Tanna Pregnancy News:  મનોરંજન જગતની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્ના (Karishma) અને તેના પતિ વરુણ બંગેરાના ઘરે ટૂંક સમયમાં કિલકારીઓ ગુંજશે. કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ સુંદર ફોટોશૂટ શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે. આ કપલ લગ્નના ચાર વર્ષ બાદ પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

સોશિયલ મીડિયા પર અનોખી રીતે આપી જાણકારી

કરિશ્મા તન્નાએ તેના પતિ વરુણ સાથેની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે, જેમાં બંને મેચિંગ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે બંનેએ ‘Mom’ અને ‘Dad’ લખેલી કેપ પહેરી છે, જે તેમના આગામી નવા જીવનનો સંકેત આપે છે. કરિશ્માએ કેપ્શનમાં જણાવ્યું છે કે તેમનું બાળક ઓગસ્ટ 2026 માં દુનિયામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Karishmma Tanna B (@karishmaktanna)

Karishma ના લગ્નના 4 વર્ષ બાદ મળી ખુશખબર

કરિશ્મા તન્ના (Karishma)અને વરુણ બંગેરાના લગ્ન વર્ષ 2022 માં થયા હતા. અત્યારે આ કપલ પાસે બે પેટ ડોગ્સ છે અને હવે તેમના પરિવારમાં એક નાનકડો મહેમાન આવવા જઈ રહ્યો છે. વાયરલ થયેલી તસવીરોમાં કરિશ્મા અને વરુણ પોતાના પેટ ડોગ્સ સાથે મસ્તી કરતા પણ નજરે પડે છે. આ સમાચાર સામે આવતા જ ટીવી કલાકારો અને ફેન્સ તરફથી અભિનંદનનો વરસાદ શરૂ થઈ ગયો છે.

સેલેબ્સ અને ફેન્સમાં ઉત્સાહ

બિગ બોસ-8 ની રનર-અપ રહી ચૂકેલી કરિશ્મા તન્નાની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર તેને સતત શુભેચ્છાઓ મળી રહી છે. ઘણા સેલેબ્સે કોમેન્ટ સેક્શનમાં આ કપલની નવી સફર માટે આશીર્વાદ આપ્યા છે. હવે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે કરિશ્માના ઘરે પુત્ર આવશે કે પુત્રી.


આ પણ વાંચો: સુપરસ્ટાર વિજય બે બેઠકો પરથી ચૂંટણી લડશે, બેરોજગારોને ₹4000 આપવાનો TVK નો માસ્ટરસ્ટ્રોક

આ પણ વાંચો:  બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ

આ પણ વાંચો:હનુમાન જયંતી પર રામાયણનું ટીઝર રિલીઝ, રણબીર-સાઈ પલ્લવીની જોડી અને પૃથ્વીરાજ કપૂર સાથેનું ખાસ કનેક્શન