Surat News/ સુરતમાં રાંદેરમાં નજીવી બાબતે જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તની સ્થિતિ ગંભીર

સુરતનાં રાંદેરમાં નજીવી બાબતે જીવલેણ હુમલો થયો છે. ઇજાગ્રસ્તની સ્થિતિ ગંભીર છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં રાંદેરમાં નજીવી બાબતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આઠમા ધોરણના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. રામ રેસિડેન્સી પાસે બે ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો છે. મોપેડની ટક્કર બાબતે થયેલી બોલાચાલી બાદ આ હુમલો કરવામાં આવ્યો છે. 15 વર્ષીય સમર્થ અને તેના ભાઈ યશ પર હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર હુમલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે હુમલાખોરની ધરપકડ કરીને તપાસ તેજ કરી છે.

આ બનાવ બતાવે છે કે લોકોમાં વાતવાતમાં સંવાદના બદલે આક્રમકતા દર્શાવવાનું વલણ વધી રહ્યું છે. લોકો ઘડી-ઘડીમાં ગુસ્સે થઈ જાય છે. મગજ ગુમાવી બેસે છે. અકળાઈ જાય છે. હિંસક બની જાય છે. નાનીસરખી વાતચીતમાં ગુસ્સો આવી જાય છે. ઘડીકવારમાં લોકો એકબીજાની સામે આવી જાય છે અને દુશ્મની ન હોય કે ઓળખતા ન હોય તો પણ મારામારી કરવા લાગે છે. આ બતાવે છે કે લોકોમાં સહનશક્તિ સતત ઘટી રહી છે.


આ પણ વાંચો: સુરતમાં લોહિયાળ ખેલ! ‘આજે તો તને પતાવી જ નાખું’ કહી ડોક્ટર સહિત ત્રણ શખ્સોનો યુવક પર હથોડાથી હુમલો

આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીની આત્મહત્યાના પ્રયાસનો કેસમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ

આ પણ વાંચો: અમદાવાદમાં કેમિકલ એટેક, પતિ દ્વારા પત્ની પર હુમલો, CCTV આધારે આરોપીની ધરપકડ