Rajkot News/ રાજકોટમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર-4ના ઉમેદવાર સામે ફરિયાદ

આમ આદમી પાર્ટીના રાજકોટના વોર્ડ નંબર-4ના ઉમેદવાર સામે ફરિયાદ થઈ છે. દબાણ ખાતાની ટીમ તેમના બોર્ડ દૂર કરવા જઈ રહી હતી ત્યારે રાહુલ ભુવાએ તેમને ધક્કા માર્યા હતા.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટના આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ચારના હજી તો ઉમેદવાર બન્યા છે અને ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે ત્યાં તો તેમની સામે ફરિયાદ થઈ ગઈ છે. ઉમેદવાર રાહુલ ભુવા તેમજ હાર્દિક રાબડિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. દબાણ હટાવ શાખાના અધિકારીએ આ ફરિયાદ નોંધાવી છે.

દબાણ ખાતાના અધિકારીએ સરકારી ફરજમાં અવરોધ સહિતની કલેમ હેઠળ ફરિયાદ નોંધી છે. દબાણ ખાતાના કર્મચારીઓએ આમ આદમી પાર્ટીનું બોર્ડ ઉતારતા બબાલ થઈ હતી. આનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વિડીયોમાં રાહુલ ભુવા દબાણ ખાતાના કર્મચારીઓને ધક્કો મારી રહેલાં જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (આપ)એ જબરદસ્ત તૈયારી આદરી છે. તેણે સૌથી પહેલા તેના બધા ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારો દેખાવ કરવાનો વિશ્વાસ છે. તેના ઉમેદવારો દરેકે દરેક વોર્ડ ખૂંદી રહ્યા છે. તેઓ લોકોના વધુને વધુ પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. સતત જનસંપર્ક કરી રહ્યા છે. તેના કારણે તેમને આગામી દિવસોમાં સારા પરિણામની આશા છે.

આ વાત સ્વાભાવિક પણ છે. હાલમાં કોઈપણ મ્યુનિસિપલ કોર્પોરશન કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સત્તા નથી, પરંતુ આગામી ચૂંટણીમાં તે અમુક નગરપાલિકા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં સત્તા કબ્જે કરે તેમ માનવામાં આવે છે. તેમના ઉમેદવારોનું કહેવું છે કે અમે વાસ્તવિક મુદ્દા ઉઠાવીએ છીએ, લોકોને સ્પર્શતા મુદ્દા ઉઠાવીએ છીએ. તેથી લોકો અમારી વાત સાંભળે છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ! 10 હજારથી વધુ બેઠકો માટે ફોર્મ ભરાવવાના શરૂ

આ પણ વાંચો:ઉમરેઠની પેટાચૂંટણીમા ધારાસભ્યના પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વચ્ચે જંગ

આ પણ વાંચો:“2027માં બદલો લેશે કોળી સમાજ!” નવનીત બાલધિયાને કડક ચીમકી