Tech News/ ચંદ્રની પરિક્રમા કર્યા પછી ચાર અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા

આર્ટેમિસ-2 (Artemis II) અવકાશયાત્રીઓ નવ દિવસથી વધુ સમયના તેમના મિશનને પૂર્ણ કર્યા પછી સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે.

Top Stories
Artemis II

NASA Artemis-2 નાસા (NASA) ના આર્ટેમિસ II (Artemis) II મિશન (mission) એ ઇતિહાસ રચતા સફળતાપૂર્વક પૃથ્વી પર વાપસી કરી છે. આ મિશન પર રહેલા ચાર અવકાશયાત્રીઓ શુક્રવારે સાંજે સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા હતા. તેમની કેપ્સ્યુલે પેસિફિક મહાસાગરમાં સફળતાપૂર્વક સ્પ્લેશડાઉન કર્યું, જેના સાથે ચંદ્રની આસપાસ થયેલી તેમની રેકોર્ડ-બ્રેકિંગ સફરનો સફળ અંત આવ્યો.

આર્ટેમિસ II મિશન અંતર્ગત ઓરિઅન અવકાશયાનમાં સવાર કમાન્ડર રીડ વાઈઝમેન, પાયલોટ વિક્ટર ગ્લોવર, મિશન નિષ્ણાતો ક્રિસ્ટીના કોચ (નાસા) અને જેરેમી હેન્સન (કેનેડિયન સ્પેસ એજન્સી) એ આશરે 10 દિવસની ઐતિહાસિક યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

આ મિશનનું સમાપન પેસિફિક મહાસાગરમાં, સાન ડિએગોના દરિયાકાંઠેથી લગભગ 40થી 60 માઇલ દૂર થયું, જ્યાં યુએસ નેવીની રિકવરી ટીમે તરત જ સહાયતા પહોંચાડી અને તમામ અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

54 વર્ષ બાદ ચંદ્ર તરફ માનવસહિત મિશન, આર્ટેમિસ II (Artemis II) એ રચ્યો ઈતિહાસ

54 વર્ષ પછી પ્રથમ માનવસહિત મિશન તરીકે આર્ટેમિસ II એ ઇતિહાસ રચ્યો છે. આ મિશન નાસા (NASA)  દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને તે માનવોને ફરી એકવાર ચંદ્ર તરફ લઈ જતું મહત્વપૂર્ણ પગલું છે.

આ પહેલાં છેલ્લું માનવસહિત ચંદ્ર મિશન Apollo 17 હતું, જે 1972માં પૂર્ણ થયું હતું. એટલે કે લગભગ 54 વર્ષ પછી ફરીથી માનવસહિત મિશન ચંદ્રના માર્ગે ગયું છે.

આર્ટેમિસ II મિશનમાં ચાર અવકાશયાત્રીઓ ચંદ્રની આસપાસ પરિક્રમા કરીને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા. આ મિશનનો મુખ્ય હેતુ ભવિષ્યમાં ચંદ્ર પર માનવ ઉતરાણ (Artemis III) માટે તૈયારી કરવાનું છે.

નાસાના જણાવ્યા મુજબ, ઓરિઅન અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ કરતી વખતે અવાજની ગતિ કરતાં 32 ગણો વધુ ઝડપે આગળ વધ્યું હતું. આ દરમિયાન તેને હજારો ડિગ્રી જેટલું તીવ્ર તાપમાન સહન કરવું પડ્યું. ત્યારબાદ પેરાશૂટની મદદથી તેની ઝડપ ધીમે ધીમે ઘટાડવામાં આવી અને અંતે લગભગ 17 માઇલ પ્રતિ કલાકની ગતિએ સમુદ્રમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું.


આ પણ વાંચો: ચંદ્ર પર ફરી જશે માનવી! આર્ટિમિસ-2 મિશનમાં પ્રથમ મહિલા અને અશ્વેત અવકાશયાત્રી રચશે ઈતિહાસ

આ પણ વાંચો: NASAની ચેતવણી ‘પૃથ્વી પર થશે જોરદાર વિસ્ફોટ, સમુદ્રમાં સર્જાઈ શકે છે ભયંકર તોફાન’

આ પણ વાંચો:Nasaની અદ્ભૂત યોજના, ચંદ્ર પર ઘરો ઇંટો અને પથ્થરોથી નહીં પણ મશરૂમ્સથી બનાવવામાં આવશે