IPL 2026 Match Summary: ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની 18મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) દિલ્હી કેપિટલ્સને (DC) 23 રને હરાવ્યું છે. આ મેચ સંજુ સેમસન માટે રેકોર્ડબ્રેક રહી હતી. તેણે આ સિઝનની પ્રથમ સદી ફટકારવાની સાથે ટી-20 ક્રિકેટમાં એક મોટું શિખર સર કર્યું છે. આ સાથે જ યુવા ખેલાડી આયુષ મ્હાત્રેના રિટાયર આઉટ થવા અને સરફરાઝ ખાનના શાનદાર કેચે ચાહકોનું દિલ જીતી લીધું હતું.
મેચના મુખ્ય રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ:
Sanju Samsonની ઐતિહાસિક સદી
સંજુ સેમસને (Sanju Samson) દિલ્હી સામે આક્રમક બેટિંગ કરતા તેની IPL કરિયરની 4થી સદી પૂરી કરી હતી.
આ IPL 2026 ની પ્રથમ સદી છે.
ચેપોક સ્ટેડિયમમાં દિલ્હી સામે સદી ફટકારનાર તે મુરલી વિજય (2012) પછી બીજો CSK બેટર બન્યો છે.
400 સિક્સરનો ‘એલિટ ક્લબ’
સંજુ સેમસન (Sanju Samson) ટી-20 ક્રિકેટમાં 400 સિક્સર પૂરી કરનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. આ યાદીમાં હવે તે રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જેવા દિગ્ગજોની હરોળમાં સામેલ થયો છે:
રોહિત શર્મા: 554 સિક્સર
સૂર્યકુમાર યાદવ: 442 સિક્સર
વિરાટ કોહલી: 441 સિક્સર
સંજુ સેમસન (Sanju Samson): 401 સિક્સર
આયુષ મ્હાત્રે: રિટાયર આઉટ અને નવો રેકોર્ડ
19 વર્ષના યુવા ખેલાડી આયુષ મ્હાત્રેએ 59 રન બનાવીને મેચમાં મહત્વની ભૂમિકા ભજવી:
તે IPL ઇતિહાસમાં રિટાયર આઉટ થનાર 6ઠ્ઠો ખેલાડી બન્યો. ટીમે રન રેટ વધારવા માટે શિવમ દુબેને મોકલવા આ ટેક્ટિકલ નિર્ણય લીધો હતો.
19 વર્ષની ઉંમર પહેલા સૌથી વધુ 50+ સ્કોર બનાવવામાં તે હવે બીજા સ્થાને છે (3 ફિફ્ટી).
ફિલ્ડિંગમાં જાદુ અને વિવાદ
સરફરાઝ ખાનનો કેચ: પોઈન્ટ પર સરફરાઝ ખાને જમણી બાજુ ડાઈવ લગાવીને અક્ષર પટેલનો અદભૂત કેચ પકડ્યો હતો.
ગ્લવ્સ વિવાદ: દિલ્હીની બેટિંગ દરમિયાન ટ્રિસ્ટન સ્ટબ્સને ગ્લવ્સ બદલવાની અમ્પાયરે ના પાડતા વિવાદ સર્જાયો હતો. તેના પછીના જ બોલ પર સ્ટબ્સ આઉટ થઈ ગયો હતો, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
