US Iran negotiations failed: ઇસ્લામાબાદમાં યોજાયેલી અમેરિકા–ઈરાન (US-Iran) વચ્ચેની વાટાઘાટો કોઈ નિષ્કર્ષ વિના પૂર્ણ થઈ ગઈ છે. ઈરાને અમેરિકાની તરફથી અયોગ્ય અને અતિશય શરતો મૂકવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું છે કે ઈરાને પરમાણુ હથિયારો સંબંધિત જરૂરી શરતો સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
ઈરાને રવિવારે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં સંઘર્ષને સમાપ્ત કરવા માટે પાકિસ્તાનમાં ચાલી રહેલી વાટાઘાટો અટકી જવાનું મુખ્ય કારણ અમેરિકાની “અતિશય અને અયોગ્ય માંગણીઓ” છે.
21 કલાકની ચર્ચા બાદ પણ કોઈ પરિણામ નહીં

ઈરાનના રાજ્ય પ્રસારણકર્તા IRIB એ ટેલિગ્રામ પર જણાવ્યું છે કે ઈરાની પ્રતિનિધિમંડળે દેશના રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે સતત 21 કલાક સુધી તીવ્ર અને વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. ઈરાન તરફથી અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં, અમેરિકી પક્ષની અયોગ્ય માંગણીઓના કારણે વાટાઘાટો આગળ વધી શકી નહોતી. અંતે, ચર્ચાઓ અનિર્ણિત રીતે સમાપ્ત થઈ.
શું કહ્યું યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે

યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ઇસ્લામાબાદમાં અમેરિકા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા વાટાઘાટો બાદ જણાવ્યું કે તેઓ ઈરાન સમક્ષ પોતાની “અંતિમ અને શ્રેષ્ઠ ઓફર” રજૂ કરીને પરત ફરી રહ્યા છે. તેમણે કહ્યું કે હવે નિર્ણય ઈરાનના હાથમાં છે અને જોવાનું રહેશે કે તેહરાન આ પ્રસ્તાવને સ્વીકારે છે કે નહીં. આ નિવેદન ઈરાન તરફથી આવેલી પ્રતિક્રિયા બાદ થોડા સમય પછી આવ્યું છે, જે બંને દેશો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓમાં નવી અનિશ્ચિતતા દર્શાવે છે.
આ પણ વાંચો : ઈરાને સાઉદીની લાઈફલાઈન કાપી! યાનબુ બંદર પર મિસાઈલ એટેક
