Surat News/ સુરતમાં ડોંડા પરિવારને ઝેરી પ્રસાદ ખવડાવવાનો બનાવ

સુરત શહેરમાં ડોંડા પરિવારને ઝેરી પ્રસાદ(Poisoned Prasad) ખવડાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે

Gujarat Surat
હાલ ઝેરી પ્રસાદ(Poisoned Prasad) ખવડાવવાનો  મામલો ગંભીર બની રહ્યો છે

Surat News : સુરત શહેરમાં ડોંડા પરિવારને ઝેરી પ્રસાદ ખવડાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને લઈને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે અને ઉતરાણ પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, પ્રસાદના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ પરથી મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા છે. બીજી તરફ, પોલીસે આસપાસના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે અને પાડોશીઓ પર પણ શંકાના આધારે પૂછપરછ ચાલી રહી છે.

ઝેરી પ્રસાદ(Poisoned Prasad) ખવડાવવાનો  મામલો ગંભીર બની રહ્યો છે

પરિવારના સભ્યોની જુબાની નોંધવામાં આવી રહી છે અને અધિકારીઓ માને છે કે FSL રિપોર્ટ મળ્યા બાદ આરોપીઓની ઓળખ બહાર આવશે. હાલ ઝેરી પ્રસાદ ખવડાવવાનો  મામલો ગંભીર બની રહ્યો છે અને પોલીસ દરેક એંગલથી તપાસ આગળ ધપાવી રહી છે.


આ પણ વાંચો : 118 રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનારો ઝડપાયો : દેવું થતાં આત્મહત્યા માટે સેલફોસ લીધી પણ પીવાની હિંમત ન થતા ફિલ્ટરમાં નાંખી દીધી, મેનેજરનો ભાણેજ જ આરોપી

આ પણ વાંચો : આણંદમાં ઝઘડાની અદાવતમાં પડોશીએ ઝેર પીવડાવી બાળકની હત્યાનો પ્રયાસ કર્યો

આ પણ વાંચો : જમીન બાબતે ઉપવાસ પર બેઠેલ ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ