Gujarat Local Body Election 2026/ મતદાન પહેલાં ઉમેદવારને પારખો, લાલચ આપનાર સામે થશે કડક કાર્યવાહી: નીતિન પટેલની ચેતવણી

નીતિન પટેલ (Nitin Patel) હંમેશાં પોતાના દેશી ભાષણ અને રમૂજ અંદાજ માટે જાણીતા છે. ત્યારે કડીમાં આયોજિત એક જાહેર સભામાં તેમનો આ જ મિજાજ ફરી જોવા મળ્યો હતો.

Gujarat Top Stories
Nitin Patel

Gujarat News: કડી ખાતે યોજાયેલી જાહેર સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મતદારોને સંબોધતા મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે સામાજિક ઉદાહરણો દ્વારા મતદારોને જાગૃત બનવા અપીલ કરી.

તેમણે કહ્યું કે, જેમ દીકરીના લગ્ન સમયે સામેવાળાના પરિવારની પ્રતિષ્ઠા, સંસ્કાર અને ઓળખ વિશે વિગતવાર તપાસ કરવામાં આવે છે, તેમ જ મતદાન સમયે પણ ઉમેદવારને સારી રીતે પારખવો જોઈએ. યોગ્ય વ્યક્તિને મત આપવો સમાજ અને વિકાસ માટે અત્યંત જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું.

કોંગ્રેસ પાસે હવે કોઈ વિઝન નથી: નીતિન પટેલ (Nitin Patel)

તેમણે ભાજપના ઉમેદવાર મયંક પટેલના સમર્થનમાં મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે, મતદાન કરતી વખતે ઉમેદવારની શિક્ષા, સંસ્કાર અને કાર્યશૈલીને ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી છે. ભાજપે આ વખતે કડી બેઠક માટે એક યુવાન, શિક્ષિત અને સેવાભાવી ચહેરાને તક આપી હોવાનું તેમણે જણાવ્યું.

સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટી પાસે હવે કોઈ સ્પષ્ટ વિઝન રહ્યું નથી અને તે માત્ર ‘રમણભમણ’ સુધી સીમિત થઈ ગઈ છે.

નીતિન પટેલે CMના મૃદુ સ્વભાવની કરી પ્રશંસા

આ ચૂંટણીસભા દરમિયાન પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે રાજ્યની કાયદો અને વ્યવસ્થાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વભાવે ભલે મૃદુ અને નમ્ર છે, પરંતુ જરૂરી સમયે તેઓ કડક નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે અને હવે તેઓ યોગી આદિત્યનાથ જેવી કડક કામગીરી પણ કરે છે.

તેમણે સ્પષ્ટ કહ્યું કે રાજ્યમાં અસામાજિક તત્વો માટે કોઈ સ્થાન નથી. ગૃહમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં પોલીસ વિભાગ સંપૂર્ણ સતર્ક છે અને જો કોઈ ગુંડા તત્વો અથવા લુખ્ખાઓ સામાન્ય જનતાને હેરાન કરશે કે છેડતી કરશે, તો તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

લાલચ આપનાર સામે કડક કાર્યવાહી થશે: નીતિન પટેલ

નીતિન પટેલે ચૂંટણી દરમિયાન મતદારોને લાલચ આપવાની પ્રવૃત્તિઓ પર કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસ તરફથી સાડીઓ અને પૈસા વહેંચવાના પ્રયાસોની ચર્ચા સાંભળવા મળી રહી છે, તેથી ખાસ કરીને બહેનો અને મતદારોને સાવચેત રહેવાની જરૂર છે.

તેમણે ચેતવણી આપતાં કહ્યું કે આવી કોઈપણ ગેરકાયદે હરકતમાં સંકળાયેલા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગમે તેટલો પ્રભાવશાળી વ્યક્તિ કેમ ન હોય, પોલીસ તેને છોડશે નહીં અને કાયદાની પકડમાંથી બચી શકશે નહીં.


આ પણ વાંચો : થરાદમાં કરુણ ઘટના: તળાવમાં ડૂબતાં બે બહેન-ભાઈનાં મોત, બચાવવા ગયેલી યુવતી પણ જાન ગુમાવી

આ પણ વાંચો : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર, તાપમાન 42°C સુધી પહોંચવાની

આ પણ વાંચોપ: અપરાધ શૂન્ય અને 100 ટકા સાક્ષરતા, રાજકોટનું રાજ સમઢીયાળા ગામ ગાંધીજીના ગ્રામ સ્વરાજનું પ્રતીક