Gujarat Local Body Election 2026/ મહેસાણાના દેલા ગામમાં કરાયો ચૂંટણી બહિષ્કાર

મહેસાણાના દેલા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. મનપાના ડીપી અને રિંગરોડના વિરોધમાં દેલા ગામના લોકોમાં ભારે આક્રોશ છે. ગ્રામજનોએ ઢોલ સાથે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે.

Top Stories Gujarat Others Breaking News

Mahesana News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાય સ્થળોએ મતદારો શાસક પક્ષથી નારાજ જોવા મળ્યા છે. આ મતદારો એવા વિસ્તારોના લોકો છે જ્યાં વિકાસના ફળ પહોંચ્યા નથી. મહેસાણાના દેલા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. મનપાના ડીપી અને રિંગરોડના વિરોધમાં દેલા ગામના લોકોમાં ભારે આક્રોશ છે. ગ્રામજનોએ ઢોલ સાથે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે.

મનપાના વિકાસ નકશામાં ખેડૂતોની જમીન કપાત થતાં વિરોધ થયો છે. મનપાની ચૂંટણી પહેલા જ ખેડૂતો અને ગામલોકો મેદાને પડ્યા છે. તેઓનું કહેવું છે કે અમારા સુધી વિકાસ પહોંચ્યો નથી તેથી અમે આ વિરોધ કરી રહ્યા છીએ. તેઓ જે પણ વિકાસ કરવા માંગે છે તેના માટે અમને વિશ્વાસમાં લેતા નથી. આના કારણે ગામના કેટલાય લોકોને નુકસાન થયું છે. અને હજી પણ સાંભળશે નહીં તો નુકસાન થશે અને થતું જ રહેશે.

આમ અમારી જે અવગણના કરવામાં આવી રહી છે અને અમને વિશ્વાસમાં લીધા વગર અમારી જમીન કપાતમાં લઈ જવામાં આવી રહી છે તેની સામે અમારો વિરોધ છે. અમે તંત્રને આમ ન કરવા અનેક રજૂઆત કરી છે, પરંતુ અમારી વાત સાંભળવામાં આવી રહી નથી. અમારી રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈને પાછી ફરી છે. તેથી જ અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

આના પગલે રિંગરોડના વિરોધમાં હવે જે-જે ગામ છે તે પણ દેલા ગામને અનુસરે તેવો ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આમ થાય નહીં તે માટે સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે. સમજાવટનો દોર બીજા ગામોમાં શરૂ થઈ ગયો છે, જેથી દેલા ગામનું અનુસરણ ન થાય. આ માટે શાસક પક્ષ આશ્વાસન પણ આપી શકે છે.


આ પણ વાંચો: ગુજરાતની પ્રજા 26મીએ કોંગ્રેસને જવાબ આપશેઃ રીવાબા, કોણ છે વિજેતા 28મીએ ખબર પડશેઃ નયનાબા

આ પણ વાંચો: ભાજપે 1,300 કાર્યકરો સાથે મતદારો માટે વિશેષ મતદાર ટ્રેન બંગાળ મોકલી