Ahmedabad News/ ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડના જાળમાં સગીરા,ટ્રેનમાંથી સગીરાનું રેસ્ક્યુ

સગીરા(Minor Girl)ના મોબાઈલ લોકેશન અને સોશિયલ મીડિયા એક્ટિવિટીના આધારે પોલીસને ખબર પડી કે તે ટ્રેન મારફતે ગુજરાત બહાર જઈ રહી છે

Gujarat Ahmedabad
સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે સગીરો(Minor Girl)ને ફસાવવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે

Ahmedabad News : સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે સગીરો(Minor Girl)ને ફસાવવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી જ એક ઘટનામાં ગોંડલની 15 વર્ષની સગીરા ઈન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણને કારણે ઘર છોડીને ભાગી ગઈ હતી. સદનસીબે, પોલીસે સમયસર કાર્યવાહી કરીને તેને કલકત્તા પહોંચે તે પહેલા જ ટ્રેનમાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધી હતી.

શું હતી સમગ્ર ઘટના?

ગોંડલમાં રહેતી સગીરા(Minor Girl) ઈન્સ્ટાગ્રામ પર કલકત્તાના એક અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. વાતચીત વધતા યુવકે તેને પોતાના પાસે આવવા માટે સમજાવી હતી. યુવકની વાતોમાં આવીને સગીરાએ પરિવારને જાણ કર્યા વગર ઘર છોડીને ટ્રેનમાં બેસી ગઈ હતી. દીકરી ગુમ થતાં જ પરિવારમાં હાહાકાર મચી ગયો હતો અને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસનું ઓપરેશન ‘રેસ્ક્યુ’

ફરિયાદ મળતા જ એલસીબી અને રેલવે પોલીસે તપાસ શરૂ કરી. સગીરા(Minor Girl)ના મોબાઈલ લોકેશન અને સોશિયલ મીડિયા એક્ટિવિટીના આધારે પોલીસને ખબર પડી કે તે ટ્રેન મારફતે ગુજરાત બહાર જઈ રહી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસએ તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ટ્રેનના કોચમાં તપાસ દરમિયાન સગીરા મળી આવી અને તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી.

પછી સગીરા(Minor Girl)ને આણંદ જીઆરપીના હવાલે કરવામાં આવી હતી. હાલ પોલીસે આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા અજાણ્યા યુવકને શોધવા માટે તપાસ તેજ કરી છે.

વાલીઓ માટે ચેતવણી સમાન ઘટના

આ બનાવ વાલીઓ માટે લાલબત્તી સમાન છે. પોલીસએ અપીલ કરી છે કે માતા-પિતાએ પોતાના બાળકોના સોશિયલ મીડિયા વપરાશ પર નજર રાખવી જોઈએ. અજાણ્યા લોકો સાથેની ઓનલાઇન મિત્રતાના જોખમો વિશે બાળકોને સમજાવવું જરૂરી છે. સાથે જ મોબાઈલ અને ઈન્ટરનેટ વપરાશ માટે યોગ્ય મર્યાદા અને માર્ગદર્શન આપવું જોઈએ.

આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સોશિયલ મીડિયા પર થતી એક નાની ભૂલ પણ ગંભીર પરિણામ લાવી શકે છે.


આ પણ વાંચો : સગીર વયની રેપ પીડિતાએ બાળકીને જન્મ આપ્યો, 33 વીકના ગર્ભના અબોર્શનની HCની મંજૂરી બાદ સફળ ડિલિવરી

આ પણ વાંચો : સુરતના અલથાણમાં સગીરા સાથે છેડતીનો પ્રયાસ, લોકોએ આરોપીને પકડીને માર્યો ઢોરમાર

આ પણ વાંચો : ખેડામાં સગીરાના ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 9 નરાધમોએ પીંખી નાખી