Amit Shah Voting Ahmedabad: દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે લોકશાહીના પર્વ નિમિત્તે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સબ ઝોનલ ઓફિસ ખાતે તેઓ સહપરિવાર મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બાદ તેમણે ભગવાન મહાદેવના શરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને ત્યારબાદ કાર્યકર્તાના ઘરે હળવા અંદાજમાં જોવા મળ્યા હતા.
કામેશ્વર મહાદેવના દર્શન અને કાર્યકર્તા સાથે મુલાકાત
મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સીધા સુપ્રસિદ્ધ કામેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ ભાજપના પાયાના કાર્યકર્તા પરેશ પટેલના નિવાસસ્થાને ગયા હતા. અહીં તેમણે પરેશ પટેલના પરિવાર સાથે આત્મીય મુલાકાત કરી હતી અને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
“આ વખતે બંગાળમાં ભાજપની જીત પાક્કી” : Amit Shah
કાર્યકર્તાના નિવાસસ્થાને રોકાણ દરમિયાન અમિત શાહ એકદમ હળવા મૂડમાં દેખાયા હતા. આ મુલાકાત દરમિયાન જ્યારે પત્રકારો અને કાર્યકર્તાઓએ બંગાળની ચૂંટણી વિશે વાત કરી, ત્યારે તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, “આ વખતે બંગાળની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે.” અમદાવાદમાં મતદાનની ફરજ બજાવ્યા બાદ તેઓ ફરીથી ચૂંટણી પ્રચારના મોરચે બંગાળ જવા માટે રવાના થશે.
નારણપુરામાં જોવા મળ્યો ભારે ઉત્સાહ
ગૃહમંત્રી પોતે મતદાન કરવા આવ્યા હોવાથી નારણપુરા વિસ્તારમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમિત શાહે સ્થાનિક લોકો સાથે હાથ મિલાવી વાતચીત કરી હતી અને તેમને પણ લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પણ વાંચો:ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા
આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું
