Hazaribagh Road Accident: ઝારખંડના હજારીબાગ જિલ્લામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ચૌપારણ સ્થિત દનુઆ ઘાટીમાં બે ભારે વાહનો વચ્ચે કાર દબાઈ જવાથી એક જ પરિવારના 6 સભ્યોના મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગેસ કટર વડે કારને કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.
બે ભારે વાહનો વચ્ચે કચડાઈ કાર
ધનબાદના BCCL કર્મચારી શિવ કુમાર ભુઈયા પોતાના પરિવાર સાથે બિહારના ગયાજીમાં એક લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. રાત્રિના સમયે તેમની કાર આગળ ચાલી રહેલા ટ્રેલરના (Accident) પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. એ જ ક્ષણે પાછળથી પૂરઝડપે આવતા એક ટ્રકે કારને જોરદાર ટક્કર(Accident) મારી. કાર બંને ભારે વાહનો વચ્ચે સેન્ડવીચ બની ગઈ અને કાટમાળમાં ફેરવાઈ ગઈ.
પરિવારનો માળો વિખેરાયો: 3 બાળકોના મોત
અકસ્માતમાં શિવ કુમાર ભુઈયા (45), તેમની પત્ની રૂબી દેવી (38), તેમની બે દીકરીઓ સોની (12) અને સુહાની (9), ભત્રીજો પ્રેમ (7) તેમજ તેમના સસરાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. માસૂમ બાળકોના મૃતદેહો એટલી હદે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ હતા.
એકનો એક દીકરો જ બચ્યો જીવિત
શનિવારે બપોરે 12:00 વાગ્યે જ્યારે પરિવાર ઘરેથી નીકળ્યો ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે આ તેમની છેલ્લી મુલાકાત હશે. શિવ કુમારનો મોટો દીકરો રણજીત ઘરે રોકાઈ ગયો હોવાથી તેનો જીવ બચ્યો છે. પરંતુ હવે આખા પરિવારને ગુમાવ્યા બાદ તે એકલો પડી ગયો છે. રાત્રે 8:00 વાગ્યે જ્યારે કોલોનીમાં આ સમાચાર પહોંચ્યા ત્યારે શોકનું મોજું ફરી વળ્યું હતું.
બ્લેક સ્પોટ બની દનુઆ ઘાટી(Accident)
નોંધનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં આ 5 મી મોટી દુર્ઘટના (Accident) છે. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના દાવા કરવામાં આવે છે, પરંતુ ખતરનાક વળાંક અને ગાઢ અંધારાને કારણે અહીં અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા.
