sports news/ ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ માટે ટીમ જાહેર કરી, RCB ની લોરેન બેલ ઇન, 18 વર્ષની ડેબ્યુટન્ટનો સમાવેશ

ઇંગ્લેન્ડે મહિલા T20 World Cup 2026 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. લોરેન બેલ અને નવી સ્પિનર ટિલી કોર્ટીન કોલમેન સહિતના 15 સભ્યોની સંપૂર્ણ યાદી અને વિગતો અહીં વાંચો.

Top Stories Trending Sports
T20 World Cup 2026

ICC Women’s T20 World Cup 2026: ઇંગ્લેન્ડની યજમાનીમાં 12 જૂન થી 5 જુલાઈ દરમિયાન રમાનારા મહિલા T20 વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની 15 સભ્યોની ટીમનું એલાન કરવામાં આવ્યું છે. આ ટીમની કમાન અનુભવી ખેલાડી નેટ સીવર બ્રન્ટના હાથમાં સોંપવામાં આવી છે. ટીમમાં અનુભવ અને યુવા પ્રતિભાનું શાનદાર મિશ્રણ જોવા મળી રહ્યું છે.

ટીમની મુખ્ય ખાસિયતો

RCB ની લોરેન બેલ: મહિલા પ્રીમિયર લીગ (WPL) માં 12 વિકેટ ઝડપીને તરખાટ મચાવનાર લોરેન બેલ ઇંગ્લેન્ડના પેસ એટેકની આગેવાની કરશે.

સરપ્રાઈઝ એન્ટ્રી: સરેની 18 વર્ષીય લેફ્ટ આર્મ સ્પિનર ટિલી કોર્ટીન કોલમેનની પસંદગી સૌથી ચોંકાવનારી છે. તેણે હજુ સુધી ઇન્ટરનેશનલ ડેબ્યૂ પણ નથી કર્યું, છતાં ‘ધ હન્ડ્રેડ’ માં 9 મેચમાં 11 વિકેટ લેવાના પ્રદર્શનને કારણે તેને સીધો વર્લ્ડ કપ (World Cup)સ્લોટ મળ્યો છે.

કેપ્ટન અને વાઇસ કેપ્ટન: નેટ સીવર બ્રન્ટ કેપ્ટન તરીકે અને ચાર્લી ડીન ઉપકેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે.

મોટા નામોની ગેરહાજરી

ટીમમાં ટેમી બ્યુમોન્ટને સ્થાન મળ્યું નથી, જેણે છેલ્લી T20 સીરીઝમાં ઇંગ્લેન્ડની કેપ્ટનશિપ કરી હતી. અનુભવી ખેલાડી હીથર નાઈટ ટીમમાં છે, પરંતુ નેતૃત્વ નેટ સીવર બ્રન્ટને સોંપાયું છે. ટીમની હેડ કોચ તરીકે દિગ્ગજ શાર્લેટ એડવર્ડ્સ સેવા આપશે.

ઇંગ્લેન્ડનો મહિલા T20 વર્લ્ડ કપ સ્ક્વોડ

નેટ સીવર બ્રન્ટ (કેપ્ટન), ચાર્લી ડીન (ઉપકેપ્ટન), લોરેન બેલ, એલિસ કેપ્સી, ટિલી કોર્ટી કોલમેન, સોફિયા ડંકલી, સોફી એક્લેસ્ટોન, લોરેન ફાઇલર, એમી જોન્સ, ડેની ગિબ્સન, ફ્રેયા કેમ્પ, હીથર નાઈટ, લિન્સે સ્મિથ, ઇસી વોંગ, ડેનિયલ વાયટ હોજ.

World Cup ફોર્મેટ

વર્લ્ડ કપમાં (World Cup) કુલ 12 ટીમો ભાગ લેશે. ઇંગ્લેન્ડને ગ્રુપ B માં ન્યુઝીલેન્ડ, સ્કોટલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે રાખવામાં આવ્યું છે. દરેક ટીમ 5 ગ્રુપ મેચ રમશે અને ટોપ 2 ટીમો સેમીફાઈનલમાં પ્રવેશશે.


આ પણ વાંચો:  અજીત અગરકર જ રહેશે ચીફ સિલેક્ટર, 2027 વર્લ્ડ કપ સુધી BCCI એ સોંપી મોટી જવાબદારી

આ પણ વાંચો:  ગુજરાત અને કોલકાતાની મેચમાં ફ્રી હિટનો રોમાંચ, જાણો કેમ અમ્પાયરે વાઈડ ન આપ્યો