Surat News/ સુરતમાં દેશનું પહેલું બેરિયર વગરનું ટોલ પ્લાઝા શરૂ, જાણો કેવી રીતે ઊભા રહ્યા વગર કપાશે ટોલ ટેક્સ?

સુરતમાં દેશનું પહેલું બેરિયર-ફ્રી Toll Plaza શરૂ થયું છે. NH48 પર સ્થિત આ પ્લાઝા પર વાહનોને થોભવું નહીં પડે અને કેમેરા દ્વારા ઓટોમેટિક ટોલ કપાઈ જશે.

Top Stories Gujarat Surat
India's First Barrierless Toll Plaza Surat

India’s First Barrierless Toll Plaza Surat: વાહનચાલકો માટે મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. દેશનું સૌપ્રથમ બેરિયર-ફ્રી (બેરિયર વગરનું) ટોલ પ્લાઝા ગુજરાતના સુરતમાં કાર્યરત થઈ ગયું છે. NHAI દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા ટ્રાયલ બાદ હવે આ હાઈટેક સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ સુવિધાથી હવે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ભરવા માટે વાહનોને થોભવું નહીં પડે.

India's First Barrierless Toll Plaza Surat

ક્યાં શરૂ થયું આ Toll Plaza?

સુરતના ચોર્યાસી ખાતે મુંબઈ-દિલ્હી હાઈવે (NH-48) પર આ દેશનું પહેલું મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. સુરત અને ભરૂચ વચ્ચે કામરેજ પાસે આવેલા આ ટોલ પ્લાઝા પર હવે વાહનચાલકોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે.

કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?

આ ટોલ પ્લાઝા પર કોઈ પણ પ્રકારના બેરિયર કે અવરોધ હશે નહીં, કારણ કે અહીં હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને AI આધારિત ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કોન્ટેક્ટલેસ પેમેન્ટ સિસ્ટમમાં વાહન જ્યારે ટોલની નીચેથી પસાર થશે, ત્યારે કેમેરા તેની નંબર પ્લેટ સ્કેન કરી લેશે અને FASTag સાથે જોડાયેલા એકાઉન્ટમાંથી પૈસા ઓટોમેટિક કપાઈ જશે. આ ટેકનોલોજીને કારણે વાહનોને ધીમા પડવાની પણ જરૂર નથી અને વાહનચાલકો 80 કિમી/કલાકની ઝડપે અહીંથી સીધા પસાર થઈ શકશે.

India's First Barrierless Toll Plaza Surat

દેશભરમાં 1050 થી વધુ ટોલ પ્લાઝા બદલાશે

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયની યોજના મુજબ, 2026 ના અંત સુધીમાં ભારતના 1050 થી વધુ ટોલ પ્લાઝાને આ રીતે AI બેઝ્ડ સિસ્ટમમાં બદલી દેવામાં આવશે. આનાથી માત્ર સમય જ નહીં, પણ મોટા પાયે ઈંધણની પણ બચત થશે.

મોટો આર્થિક ફાયદો

NHAI ના અંદાજ મુજબ, આ બેરિયર-ફ્રી સિસ્ટમને કારણે દેશમાં વર્ષે અંદાજે 1,500 કરોડ રૂપિયાના ઈંધણની બચત થશે. સાથે જ, ટેક્સ કલેક્શનમાં પારદર્શિતા આવતા સરકારને 6,000 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની પણ શક્યતા છે.


આ પણ વાંચો: હવે ટોલ નાકે ઉભા રહેવાની ઝંઝટ ખતમ! ગુજરાતમાં દેશના પહેલા ‘બેરિયર ફ્રી’ ટોલ પ્લાઝાનું 2 ફેબ્રુઆરીથી ટ્રાયલ

આ પણ વાંચો:  રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચાર નવા ટોલ પ્લાઝા બનાવાશે

આ પણ વાંચો: મોરબીના માળિયામાં સૂરજબારી ટોલ પ્લાઝા પાસે ભયંકર માર્ગ અકસ્માતમાં 4ના મોત, 7 ઇજાગ્રસ્ત