New Delhi News : લોકસભા (Lok Sabha)ના ચોમાસુ સત્ર (Monsoon Session)દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કલ્યાણ બેનર્જી (Kalyan Banerjee)સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહમાં મહિલા સાંસદો પ્રત્યે અપમાનજનક ભાષાનો ઉપયોગ અને અભદ્ર વર્તનના આક્ષેપોને પગલે તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ હવે તેઓ સત્રની બાકીની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં.
કલ્યાણ બેનર્જી (Kalyan Banerjee)વિરુદ્ધ ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડતા વર્તન અંગે લેખિત ફરિયાદ મળી હતી
કેન્દ્રીય સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં કલ્યાણ બેનર્જી (Monsoon Session)ને સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગૃહે આ પ્રસ્તાવને મંજૂરી આપતા કાર્યવાહી અમલમાં આવી. અધ્યક્ષ સ્થાને રહેલા કે.પી. કૃષ્ણ પ્રસાદ ટેનેટીએ જણાવ્યું હતું કે સ્પીકરને કલ્યાણ બેનર્જી વિરુદ્ધ મહિલા સાંસદો પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ અને ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડતા વર્તન અંગે લેખિત ફરિયાદ મળી હતી.
ગૃહ સ્થગિત થયા બાદ થયો વિવાદ

સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ લોકસભા (Lok Sabha)ચેમ્બરમાં કલ્યાણ બેનર્જી અને કેટલાક સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કેટલાક અન્ય સાંસદો પણ ચર્ચામાં જોડાયા હતા. જોકે, વિવાદની શરૂઆત કયા મુદ્દે થઈ હતી તે અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
સ્પીકરને કરવામાં આવી લેખિત રજૂઆત
વિવાદ બાદ કેટલાક સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સ્પીકરે આ મામલે લેખિત ફરિયાદ રજૂ કરવા સૂચના આપી હતી. ત્યારબાદ ફરિયાદના આધારે ગૃહમાં કાર્યવાહી હાથ ધરાઈ અને કલ્યાણ બેનર્જીને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
રાજકીય ચર્ચા તેજ
આ કાર્યવાહી બાદ સંસદમાં રાજકીય ચર્ચા વધુ તેજ બની છે. વિરોધ પક્ષ અને સત્તાપક્ષ વચ્ચે આ મુદ્દે નિવેદનોનો દોર શરૂ થયો છે. સંસદીય શિસ્ત અને ગૃહની ગરિમા જાળવવાના મુદ્દે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
