india news/ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹3000 ને પાર, રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, ‘હવે પેટ્રોલ-ડીઝલનો વારો’

દેશમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો મોટો વધારો થયો છે. Rahul Gandhiએ આને ચૂંટણી બિલ ગણાવી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની પણ ચેતવણી આપી છે.

Top Stories NATIONAL India
Rahul Gandhi on Inflation

Rahul Gandhi on Inflation: દેશમાં ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ જનતા પર મોંઘવારીનો કોરડો વીંઝાયો છે. 1 મે 2026થી સરકારી ઓઇલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં અધધ 993 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આ વધારા સાથે દિલ્હી સહિત અનેક શહેરોમાં ગેસ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

‘આ તો માત્ર શરૂઆત છે’ : Rahul Gandhi

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમણે ચૂંટણી બાદ મોંઘવારી વધવાની અગાઉથી જ આગાહી કરી હતી અને આ ભાવવધારાને જનતા પાસેથી વસૂલવામાં આવતું ‘ચૂંટણી બિલ’ ગણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે એક જ દિવસમાં આટલો મોટો ભાવવધારો ઈતિહાસમાં કદાચ પહેલીવાર થયો છે, જેમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીના માત્ર ત્રણ મહિનામાં જ સિલિન્ડરના ભાવમાં 81% એટલે કે કુલ 1380 રૂપિયાનો વધારો થયો છે. તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે ગેસ બાદ હવે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ મોટો વધારો કરીને જનતાને બીજો આંચકો આપી શકે છે.

સામાન્ય માણસની થાળી થશે મોંઘી

કોમર્શિયલ ગેસના ભાવ વધવાને કારણે તેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, મિઠાઈની દુકાનો અને સ્ટ્રીટ ફૂડ પર પડશે, જેમાં દિલ્હીમાં હવે એક કોમર્શિયલ સિલિન્ડર 3071.50 રૂપિયામાં મળશે, જે અગાઉ 2078.50 રૂપિયા હતું. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે ગૃહિણીઓ માટે થોડી રાહત સમાન છે.

કેમ વધી રહી છે કિંમતો?

નિષ્ણાતોના મતે આ આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા તણાવનું પરિણામ છે, જેમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં તેલ અને ગેસના પુરવઠા પર સીધી અસર પડી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જેવો મહત્વનો જળમાર્ગ બ્લોક હોવાને કારણે ભારત સુધી પહોંચતા પુરવઠામાં ઘટાડો થયો છે અને આયાતનો ખર્ચ વધી ગયો છે, જેનો સીધો બોજ હવે ગ્રાહકોએ ઉઠાવવો પડી રહ્યો છે.


આ પણ વાંચો:રાજકોટમાં રહેણાંક મકાનમાં Gas Cylinder બ્લાસ્ટ: 40 બાટલા અને ડીઝલના જથ્થા વચ્ચે ભીષણ આગ

આ પણ વાંચો:Gas Cylinder મામલે સરકારનો મોટો નિર્ણય, 14.2 Kg ને બદલે હવે 10 Kg ગેસ આપવાની તૈયારી

આ પણ વાંચો:કઈ રીતે બન્યો દુનિયાનો પહેલો Gas Cylinder? જાણો LPG ની શોધ પાછળનું રસપ્રદ વિજ્ઞાન