Global Oil Crisis 2026: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાને કારણે વિશ્વભરમાં તેલનું સંકટ ઘેરું બન્યું છે. અમેરિકન એનર્જી જાયન્ટ ‘શેવરોન’ (Chevron) ના CEO માઈક વર્થે ચેતવણી આપી છે કે તેલની અછતની સૌથી ગંભીર અસર એશિયાઈ અર્થતંત્રો પર પડશે. ખાસ કરીને જેટ ફ્યુઅલ, નેપ્થા અને LPG જેવા રિફાઈન્ડ ઉત્પાદનોનો સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે.
એશિયા પર કેમ સૌથી વધુ જોખમ?
એશિયાઈ દેશો પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મિડલ ઈસ્ટ (Crude Oil) પર સૌથી વધુ નિર્ભર છે.
જાપાનની નિર્ભરતા: જાપાન તેની તેલની જરૂરિયાતના 95 ટકા મિડલ ઈસ્ટમાંથી પૂરી કરે છે.
ભારત અને અન્ય દેશો: ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ મુજબ, ચીન સિવાયના એશિયાઈ દેશો અને યુરોપના કેટલાક વિસ્તારોમાં રિફાઈન્ડ ફ્યુઅલની ભારે અછત સર્જાઈ શકે છે. આ યાદીમાં ભારત, દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડ અને તાઈવાન સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે.
તેલનો ભંડાર રેકોર્ડ નીચી સપાટીએ (Crude Oil)
ગોલ્ડમેન સેક્સ અને ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ના ડેટા મુજબ સ્થિતિ ચિંતાજનક છે:
આ યુદ્ધને કારણે મિડલ ઈસ્ટના દેશોને દરરોજ 1.3 કરોડ બેરલ કાચા તેલના ઉત્પાદનનું નુકસાન થઈ રહ્યું છે. જો રિફાઈન્ડ ઉત્પાદનોને પણ ગણીએ તો આ આંકડો 2 કરોડ બેરલ સુધી પહોંચે છે.
વિશ્વમાં રિફાઈન્ડ પ્રોડક્ટ્સનો સ્ટોક ઘટીને હવે માત્ર 45 દિવસની માંગ જેટલો જ બચ્યો છે, જે અગાઉ 50 દિવસનો હતો.
પ્લાસ્ટિક અને કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે જરૂરી ‘નેપ્થા’ ના સ્ટોકમાં UAE ના ફુજૈરાહમાં 72 % નો ભારે ઘટાડો નોંધાયો છે.
ભારત પર શું થશે અસર?
ભારત માટે આ સંકટ બેવડું છે. કાચા તેલની (Crude Oil) ઉપલબ્ધતા હોવા છતાં, હોર્મુઝના માર્ગે સપ્લાઈ બંધ થવાથી રિફાઈનરીઓ સુધી તેલ પહોંચાડવું મુશ્કેલ બન્યું છે.
એવિએશન સેક્ટર: જેટ ફ્યુઅલની અછતને કારણે ઘણી એરલાઈન્સે ફ્લાઈટ્સ રદ કરવી પડી રહી છે.
ઔદ્યોગિક ઉત્પાદન: નેપ્થા અને LPG ના સ્ટોકમાં ઘટાડો થવાથી પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે.
વૈકલ્પિક સપ્લાય: ભારત અને જાપાન જેવા દેશો હવે રશિયા અને અમેરિકા જેવા વૈકલ્પિક સ્ત્રોતો તરફ જોઈ રહ્યા છે. આ મહિને અમેરિકાનું તેલ (Crude Oil) નિકાસ રેકોર્ડ સ્તર પર પહોંચ્યું છે, પરંતુ તે મિડલ ઈસ્ટની ખોટ પૂરી કરવા માટે પૂરતું નથી.
નિષ્ણાતોના મતે, જો મે મહિનાના અંત સુધીમાં યુદ્ધ વિરામ નહીં થાય, તો એશિયાઈ દેશોના વિકાસ દરમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે અને મોંઘવારી બેકાબૂ બની શકે છે.
આ પણ વાંચો :બ્રાઝિલમાં રહેણાંક બિલ્ડિંગ સાથે વિમાન ટકરાયું, 3 ના મોત, જુઓ 9/11 જેવો ભયાનક વીડિયો
આ પણ વાંચો :ગેસના ભાવમાં 1300નો વધારો, ભારતનું નામ આગળ ધરી અમેરિકાએ ચીન અને ઈરાન પર દબાણ વધાર્યું
આ પણ વાંચો : વ્હાઇટ હાઉસ પાસે એનકાઉન્ટર, હુમલાખોરે સીક્રેટ સર્વિસ પર કર્યું ફાયરિંગ, ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક?



