Rajkot News : રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં થયેલા ફાયરિંગ પ્રકરણ (Rajkot Firing Case)માં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસ દ્વારા કરાયેલા ઓપરેશન દરમિયાન હિસ્ટ્રીશીટર રામદેવ ડાંગર પાસેથી બે પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે.
રાજકોટ ફાયરિંગ કેસ (Rajkot Firing Case)માં ત્રણ હથિયારો અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
આ કેસમાં પોલીસે કુલદીપસિંહ ઉર્ફે લાલો તેમજ અજય ચુડાસમાને પણ ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલા ત્રણ હથિયારો અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે 38 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને ફાયરિંગ પાછળના કારણો તેમજ અન્ય સંડોવાયેલા શખ્સોની તપાસ હાથ ધરાઈ છે.
