Ahmedabad News/ અમદાવાદમાં 1.66 કરોડના સોનાના દાગીનાની ચોરી, જ્વેલર્સની સેલ્સ ગર્લ શોરૂમમાંથી ફરાર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્વેલર્સના શોરૂમમાં કામ કરતી સેલ્સ ગર્લ (Sales Girl) 1.66 કરોડના સોનાના દાગીના લઈને ફરાર થતા પોલીસ દોડતી થઈ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
નિકોલમાં 1.66 કરોડના દાગીના લઈને Sales girl ફરાર

Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા જ્વેલર્સના શોરૂમમાં કામ કરતી સેલ્સ ગર્લ (Sales girl) 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે.

માલિક ઘરે જમવા ગયા અને બની કરોડોની ચોરી

મળતી માહિતી મુજબ કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા દર્શનભાઈ શાહ અનમોલ સર્કલ નજીક ગ્રેવિટી શોપિંગ મોલમાં “આભૂષણ” નામનો સોના-ચાંદીનો શોરૂમ ચલાવે છે. શોરૂમમાં કુલ 19 કર્મચારીઓ કામ કરે છે.લગભગ 11 મહિના પહેલા હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ તરીકે નોકરીએ જોડાઈ હતી. 11 મે 2026ના રોજ બપોરે શોરૂમના માલિક ઘરે જમવા ગયા હતા ત્યારે આ ચોરીની ઘટના બની હતી.

માલિક ઘરે જમવા ગયા અને બની કરોડોની ચોરી
માલિક ઘરે જમવા ગયા અને બની કરોડોની ચોરી

CCTVમાં કેદ થઈ આખી ઘટના

સાંજે એક ગ્રાહક ખરીદી માટે આવ્યો ત્યારે સ્ટાફને ટ્રેમાં રાખેલી સોનાની લકી ઓછી જણાઈ હતી. ત્યારબાદ તપાસ કરતા હર્ષિદા શેટ્ટી શોરૂમમાં હાજર નહોતી.શોરૂમના CCTV તપાસતા હર્ષિદા શેટ્ટી બેઠક પાછળના કબાટમાંથી સોનાના દાગીના કાઢીને પોતાના કપડાં અને બેગમાં મૂકતી જોવા મળી હતી. ત્યારબાદ તે સ્ટોરરૂમમાંથી પોતાની બેગ લઈને શોરૂમમાંથી નીકળી ગઈ હતી.

Sales girl 1.66 કરોડના દાગીના લઈને ફરાર

તપાસ દરમિયાન સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ સહિત કુલ 1.66 કરોડ રૂપિયાના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું.આરોપી યુવતીનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોવાથી પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે તપાસ તેજ કરવામાં આવી છે.

પોલીસની તપાસ શરૂ

નિકોલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ ચોરી (Theft)માં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:સુરતમાં ઇન્સ્ટાગ્રામથી પકડાઈ મહારાષ્ટ્રની કુખ્યાત ‘પારધી ગેંગ’: સગીર દીકરીઓ દ્વારા 15 લાખની ચોરી

આ પણ વાંચો:12 વર્ષના બાળકે ઝવેરીની નજર ચૂકવી સોનાની કરી ચોરી, દ્રશ્યો CCTVમાં કેદ

આ પણ વાંચો:જૂનાગઢમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી, ₹7.71 લાખના દાગીના કબજે