Relationship News/ શું તમે પણ સંબંધોમાં ‘દુકાનદારી’ કરો છો? વાંચો સમર્પણ અને સમજદારીનું અનોખું ગણિત

આજના યુગમાં સંબંધોમાં (Relationships) હિસાબ-કિતાબ વધતો જાય છે. સંબંધોને વ્યાપાર બનતા કેવી રીતે અટકાવવા અને તેમાં સમજદારી તેમજ વફાદારીનું મહત્વ શું છે, તે વિશે વાંચો આ પ્રેરક લેખમાં.

Trending Tips & Tricks Lifestyle Relationships
Relationships

Relationship News: આજના આધુનિક યુગમાં જ્યાં દરેક વસ્તુ પર ‘પ્રાઈસ ટેગ’ લાગેલું છે, ત્યાં માણસ અજાણતા જ પોતાના સંબંધોને (Relationships) પણ એક બજાર બનાવી રહ્યો છે. આપણે એ ભૂલી ગયા છીએ કે સંબંધ એ કોઈ રોકાણ (Investment) નથી, પણ એક અનુભૂતિ છે. સાચા સંબંધોમાં ઊંડાઈ હોવી જોઈએ, પણ એ ઊંડાઈ ક્યારેય ‘તળિયા વગરની તિજોરી’ જેવી ન હોવી જોઈએ કે જ્યાં માત્ર અપેક્ષાઓ જ ભરાતી રહે.

Relationships

સમજદારી અને વફાદારી: સંબંધના બે મજબૂત સ્તંભ

સંબંધોમાં (Relationships)સમજદાર બનવું એટલે માત્ર ચતુરાઈ વાપરવી એવું નથી. સાચી સમજદારી તો સામેવાળી વ્યક્તિના મૌનને વાંચવાની કળા છે. સમજદારી એટલે માત્ર સાચું કે ખોટું સાબિત કરવાની હોડ નહીં, પણ કોઈના વણકહ્યા દર્દને વ્હાલથી પંપાળવાની જોડ છે. જ્યારે તમે સામેની વ્યક્તિના દૃષ્ટિકોણને સમજો છો, ત્યારે સંબંધમાં ગણિત નહીં પણ ગરિમા જળવાય છે.

તેવી જ રીતે, વફાદારી એ કોઈ કાગળ પર સહી કરેલો કરાર નથી કે જે શરતોને આધીન હોય. એ તો ડગલે ને ડગલે સાથ આપતી એક શાંત પ્રતિબદ્ધતા છે. વફાદારી માન માટે હોવી જોઈએ, કોઈ ઈનામ મેળવવા માટે નહીં. જ્યાં ઈનામની અપેક્ષા જન્મે છે, ત્યાં વફાદારી દમ તોડી દે છે. તે એક અતૂટ વિશ્વાસ છે જે અંધારામાં પણ દીવો બનીને સાથે ચાલે છે.

Relationships

Relationships માં ‘દુકાનદારી’ વિરુદ્ધ ‘દિલદારી’

સૌથી મહત્વની વાત એ છે કે સંબંધોને ક્યારેય વ્યાપાર ન બનાવો. જે દિવસે સંબંધમાં લેણ-દેણનો હિસાબ શરૂ થાય છે, તે દિવસે તેની હૂંફ ઠંડી પડી જાય છે. સાચો સંબંધ એ છે જે પારદર્શી હોય, જ્યાં કોઈ માપ-તોલ નથી, માત્ર મધુર અનુભૂતિ છે.

Relationships

સંબંધોમાં તફાવત સમજીએ:

અભિગમ: ‘દુકાનદાર’ માનસિકતા ધરાવતી વ્યક્તિ લાગણીને સોદાના પલ્લા પર તોળે છે, જ્યારે ‘સ્નેહી’ વ્યક્તિ સામેવાળાની ભૂલને ભૂલીને માત્ર ભાવને પકડી રાખે છે.

વ્યવહાર: સ્વાર્થી વ્યક્તિ પોતે કરેલા ઉપકારો વારંવાર ગણાવે છે, જ્યારે સમર્પિત વ્યક્તિ માત્ર હક અને પ્રેમથી પોતાનો અધિકાર જતાવે છે.

ધ્યેય: એક વ્યક્તિ સંબંધમાં (Relationships) ‘નફો’ શોધે છે, જ્યારે સાચો સ્નેહી સંબંધમાં માત્ર ‘સંતોષ’ શોધે છે.

Relationships

શબ્દો નહીં, કર્મોનો જાદુ

તમારો સંબંધ કેટલો મજબૂત છે તે તમારા શબ્દો નહીં, પણ તમારા કર્મો નક્કી કરે છે. અસરકારક હોવું એટલે સામેવાળી વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું. જેની હાજરીથી હૈયું હરખાય અને ગેરહાજરી હૈયું પલાળે, એ જ સાચો સંબંધ છે, બાકી તો બધું વ્યવહારમાં ચાલે છે.

યાદ રાખજો, સંબંધો (Relationships) મફત મળે છે, પણ એને સાચવવાની કિંમત “સમર્પણ” છે. જે દિવસે તમે કહેશો કે, “હું તમારી સાથે છું, તમારા માટે નહીં”, તે દિવસે તમે અસ્તિત્વનો સાચો અર્થ સમજશો. માટે જ, સંબંધોમાં ગણતરીબાજ દુકાનદાર ન બનો, પણ ઉદાર દિલદાર બનો.


આ પણ વાંચો: પ્રાચીન ભારતમાં સેક્સ પર પ્રતિબંધ નહોતો, મંદિરોની દિવાલો પર કંડારેલું છે ‘કામસૂત્ર’, જાણો રોચક ઇતિહાસ

આ પણ વાંચો: સેક્સ દરમિયાન પાર્ટનરને ક્યારેય ના કહેશો આ 5 વાતો, સુખી લગ્નજીવન માટે જાણી લો આ ખાસ ટિપ્સ