Surat News/ સુરતમાં ઉત્રાણ પોલીસે મોટા વરાછાની સીટી પેલેસ હોટેલમાં ચાલતા દેહ વેપારના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો

સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી સિટી પેલેસ હોટેલ પર પોલીસે દરોડો પાડી દેહવ્યાપારના (Sex Racket) રેકેટનો પર્દાફાશ કર્યો. બે થાઈ નાગરિક યુવતીઓને રેસ્ક્યુ કરવામાં આવી અને જોનીલ ઉર્ફે જેડી કેવડીયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. કુલ રૂ. 1.8 લાખનો મુદ્દામાલ જપ્ત થયો.

Top Stories Gujarat Surat Breaking News
Sex Racket

Surat News:સુરતમાં ઉત્રાણ પોલીસે મોટા વરાછા વિસ્તારની સીટી પેલેસ હોટેલમાં લાંબા સમયથી ચાલતા દેહ વેપારના (Sex Racket) અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ઓપરેશન દરમિયાન બે વિદેશી યુવતીઓને રેસ્ક્યુ કરી છે અને મુખ્ય આરોપી સહિત પાંચ જણની ધરપકડ કરી છે. પોલીસને મળેલી ખાસ માહિતીના આધારે ઉત્રાણ પોલીસે સીટી પેલેસ હોટેલ પર દરોડો પાડ્યો હતો. હોટેલમાં વિદેશી યુવતીઓને રાખીને ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હતી. આ ગેરકાયદેસર ધંધો વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતો હતો.

મોટા વરાછાની સીટી પેલેસ હોટેલમાં ચાલતો ગોરખધંધો

સુરત પોલીસે માનવ તસ્કરી અને દેહવ્યાપારના ગેરકાયદે રેકેટ (Sex Racket) સામે મોટી કાર્યવાહી કરતાં બે થાઈ નાગરિક યુવતીઓને એક હોટેલમાંથી મુક્ત કરાવી છે.આ ઓપરેશન દરમિયાન પોલીસે મુખ્ય સંચાલક જોનીલ ઉર્ફે જેડી કેવડીયા સહિત અનેક લોકોને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં હોટેલ સંચાલકો દીક્ષિત ગોહિલ અને કૌશિક મકવાણા, એક વિઝા કન્સલ્ટન્ટ તેમજ ટેક્સટાઈલ વ્યવસાયીઓ સહિતના કેટલાક ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે.તપાસ દરમિયાન પોલીસે રોકડ અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. 1.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મુખ્ય સંચાલક જોનીલ ઉર્ફે જેડી કેવડીયાની ધરપકડ

પોલીસ હવે આ રેકેટમાં સામેલ અન્ય લોકો, વિદેશી યુવતીઓને ભારતમાં લાવવાના નેટવર્ક અને તેની પાછળના આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે વધુ તપાસ કરી રહી છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હોટેલને દેહ વેપારના (Sex Racket) ધંધા માટે ખાસ રીતે વાપરવામાં આવતી હતી. વિદેશી યુવતીઓને વિઝા અને અન્ય માધ્યમો દ્વારા લાવવામાં આવતી હતી. વિઝા કન્સલ્ટન્ટની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. ટેક્સટાઈલ વ્યવસાય સાથે જોડાયેલા કેટલાક ગ્રાહકો પણ આ ધંધામાં સામેલ હતા.


આ પણ વાંચો:સુરતમાં બાળમજૂરીનો મોટો પર્દાફાશ: ટેક્સટાઇલ યુનિટોમાંથી 86 બાળકો રેસ્ક્યુ, 7 વર્ષનું બાળક પણ મળ્યું

આ પણ વાંચો:સુરતના સચિન સેઝમાં ડાયમંડ ઓવરવેલ્યુએશન કૌભાંડમાં DRIએ 1,100 કરોડની જ્વેલરી જપ્ત કરી

આ પણ વાંચો:સુરતમાં ફરી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાસ, ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ફરી ઝડપાયા