Patan News: પાટણ જિલ્લામાં ડીઝલ વિતરણને લઈને વિવાદ ઊભો થયો છે. શંખેશ્વર-પંચાસર રોડ પર આવેલા રાજ પેટ્રોલિયમ (Patan Petrol Pump Controversy) સામે ખેડૂતો અને વાહનચાલકોએ મનમાનીના ગંભીર આરોપો લગાવ્યા છે. ડીઝલનો પૂરતો સ્ટોક હોવા છતાં સામાન્ય ગ્રાહકોને ડીઝલ આપવામાં ન આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
“એક કલાક પછી ડીઝલ આપવાનું બંધ કરી દીધું”
સ્થાનિકોના જણાવ્યા અનુસાર પેટ્રોલ પંપ (Patan Petrol Pump Controversy) પર શરૂઆતમાં થોડો સમય ડીઝલ વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં અચાનક વિતરણ બંધ કરી દેવાયું હતું. જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો અને વાહનચાલકો લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહ્યા છતાં ડીઝલ વગર પરત ફરવા મજબૂર બન્યા. ખેડૂતોનો આરોપ છે કે ડીઝલનો સ્ટોક હોવા છતાં સામાન્ય લોકોને ડીઝલ આપવામાં આવતું નહોતું.
Patan Petrol Pump Controversy: ડમ્પરોને રાત્રે ડીઝલ આપવાના આરોપ
સ્થાનિકોમાં વધુ રોષ ત્યારે ફાટી નીકળ્યો જ્યારે કેટલાક લોકોએ આક્ષેપ કર્યો કે દિવસ દરમિયાન સામાન્ય ગ્રાહકોને ડીઝલ આપવામાં આવતું નહોતું, પરંતુ રાત્રિના સમયે ડમ્પરો અને મોટા વાહનોને ડીઝલ પૂરું પાડવામાં આવતું હતું.આ આરોપો બાદ પેટ્રોલિયમ (Patan Petrol Pump Controversy) સંચાલકોની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
ખેડૂતોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ઘટનાથી નારાજ થયેલા ખેડૂતો અને વાહનચાલકોએ સ્થળ પર જ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. વીડિયોમાં લાંબી લાઈનો અને લોકોનો રોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.આ વીડિયો વાયરલ થતાં સ્થાનિક સ્તરે પ્રશાસન અને પુરવઠા વિભાગની કામગીરી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
તપાસ અને કાર્યવાહી કરવાની માંગ
ખેડૂતો અને સ્થાનિક લોકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ડીઝલ વિતરણમાં પારદર્શિતા લાવવા અને સામાન્ય ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ડીઝલની ભારે અછત, પેટ્રોલ પંપો પર લાગી વાહનોની લાંબી લાઈનો
આ પણ વાંચો:પેટ્રોલ પંપો પર ‘Diesel નથી’ ના પાટિયા, છતાં 21 દિવસમાં જ વેચાયું 45 કરોડ લિટર ડીઝલ
આ પણ વાંચો:ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલની બબાલ, પેટ્રોલ પંપો પર લાંબી-લાંબી લાઈનો
