New Delhi: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party) નામનું પ્લેટફોર્મ ભારે ચર્ચામાં છે. યુવાનોના મુદ્દાઓ અને પરીક્ષા પ્રણાલીમાં ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવતું આ ઓનલાઈન આંદોલન હવે રાજકીય વિવાદમાં ફેરવાયું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ ઓનલાઈન અભિયાન પર આડકતરી ટિપ્પણી કરતા કહ્યું હતું કે કેટલાક લોકો પાકિસ્તાન અને ભારત વિરોધી ગેંગના સહારે સોશિયલ મીડિયા પર પોતાની પહોંચ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કિરેન રિજિજુના નિવેદન બાદ વિવાદ ગરમાયો
કિરેન રિજિજુ (Kiren Rijiju)એ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભારત પાસે પોતાના જ ઉત્સાહી યુવાનોની મોટી સંખ્યા છે અને ખોટા આંતરરાષ્ટ્રીય સમર્થન પર આધાર રાખવાની જરૂર નથી. જોકે તેમણે કોઈનું સીધું નામ લીધું નહોતું, પરંતુ સોશિયલ મીડિયા પર આ ટિપ્પણી ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party) તરફ ઈશારો માનવામાં આવી રહી છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે.
Cockroach Janata Partyના સ્થાપક અભિજીત દીપકેએ કર્યો પલટવાર
‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party)ના સ્થાપક અભિજીત દીપકેએ કિરેન રિજિજુ (Kiren Rijiju)ના નિવેદન સામે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે એક સ્ક્રીન રેકોર્ડિંગ શેર કરીને દાવો કર્યો કે તેમના પ્લેટફોર્મના 94 ટકા કરતાં વધુ ફોલોઅર્સ ભારતમાંથી જ છે.અભિજીત દીપકેએ સવાલ ઉઠાવ્યો કે જો મોટાભાગના સમર્થકો ભારતીય યુવાનો છે, તો પછી તેમને વિદેશી અથવા પાકિસ્તાની સમર્થન સાથે કેમ જોડવામાં આવી રહ્યા છે.
કેવી રીતે શરૂ થઈ ‘Cockroach Janata Party’?
આ ઓનલાઈન આંદોલનની શરૂઆત સુપ્રીમ કોર્ટમાં થયેલી એક સુનાવણી બાદ થઈ હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશે વકીલોના સંદર્ભમાં કરેલી મૌખિક ટિપ્પણીઓ પછી સોશિયલ મીડિયા પર ‘કોકરોચ’ અને ‘પરજીવી’ જેવા શબ્દો ચર્ચામાં આવ્યા હતા.આ ઘટનાને આધારે સોશિયલ મીડિયા કેમ્પેઈનર અભિજીત દીપકેએ વ્યંગાત્મક અંદાજમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ નામે પેજ શરૂ કર્યું, જે થોડા જ સમયમાં યુવાનો માટે ચર્ચાનું મોટું પ્લેટફોર્મ બની ગયું.
This is the screen recording of our audience demographic which we have shared with media before our account was hacked.
More than 94% of the audience is from India.
Why is a Union Minister @KirenRijiju labelling Indian youth as Pakistani? https://t.co/av0WnxIOui pic.twitter.com/W4YY1LL1IJ
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 23, 2026
NEET વિવાદ દરમિયાન વધી લોકપ્રિયતા
NEET-UG 2026 પેપર લીક વિવાદ દરમિયાન આ પેજને ભારે લોકપ્રિયતા મળી હતી. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને પરીક્ષા પ્રણાલીની ગેરરીતિઓ અંગે અવાજ ઉઠાવતા લાખો યુવાનો આ પ્લેટફોર્મ સાથે જોડાયા હતા.કહેવાય છે કે થોડા જ દિવસોમાં આ પેજના ફોલોઅર્સ અનેક રાજકીય પક્ષોના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ કરતાં પણ વધુ થઈ ગયા હતા.
એકાઉન્ટ બ્લોક અને ધમકીઓના આરોપ
અભિજીત દીપકે (Abhijeet Deepak) આક્ષેપ કર્યો છે કે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક અથવા બ્લોક કરવામાં આવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે શરૂ કરાયેલી ઓનલાઈન પિટિશનને ભારે સમર્થન મળ્યા બાદ તેમની વેબસાઈટ બંધ થઈ ગઈ હતી. સાથે જ તેમને ધમકીઓ મળવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
કોણ છે અભિજીત દીપકે?
અભિજીત દીપકે હાલ અમેરિકાના બોસ્ટનમાં અભ્યાસ કરે છે અને અગાઉ સોશિયલ મીડિયા કેમ્પેઈનિંગ સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ વર્ષ 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ડિજિટલ પ્રચાર સાથે પણ સંકળાયેલા હોવાનું કહેવાય છે.હાલ તેઓ ‘Cockroach is Back’ નામના નવા બેકઅપ એકાઉન્ટ મારફતે ફરી સોશિયલ મીડિયા પર સક્રિય થયા હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર ‘કોકરોચ જનતા પાર્ટી’ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ બ્લોક થયું?
આ પણ વાંચો:OJP Vs CJP: સોશિયલ મીડિયા પર નવી ‘ઓગી જનતા પાર્ટી’ની એન્ટ્રી, કોકરોચ જનતા પાર્ટીને કર્યો સીધો પડકાર
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન, CJIની ટિપ્પણી બાદ વિવાદ ગરમાયો
