National News/ પીરિયડ્સના કારણે દીકરીઓનું શિક્ષણ ન રોકાવું જોઈએ, દેશની શાળાઓ માટે સુપ્રીમ કોર્ટ કડક

સુપ્રીમ કોર્ટે(Supreme Court) દેશની તમામ સરકારી અને પ્રાઈવેટ શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતાની સુવિધાઓ આપવા 15 August સુધીની ડેડલાઈન આપી છે. નીતિ આયોગના આંકડા અને કોર્ટના આદેશ વિશે વાંચો.

NATIONAL Top Stories India
Supreme Court

Supreme Court on Menstrual Hygiene:  શાળાઓમાં ભણતી દીકરીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટ) એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક આદેશ આપતા 15 August સુધીની આખરી ડેડલાઈન આપી છે કે આ સમયગાળામાં દરેક શાળામાં માસિક ધર્મ સ્વચ્છતા (Menstrual Hygiene) ને લગતી તમામ સુવિધાઓ ફરજિયાત પૂરી પાડવામાં આવે.

કોંગ્રેસ નેતાની અરજી પર Supreme Courtની કડકાઈ

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કોંગ્રેસ નેતા જયા ઠાકુર દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતા આ કડક વલણ અપનાવ્યું છે. આ અરજીમાં વિદ્યાર્થિનીઓ માટે મફત સેનિટરી નેપકિન, યોગ્ય શૌચાલય અને કચરાના સુરક્ષિત નિકાલની વ્યવસ્થા ગ્રાઉન્ડ લેવલ પર લાગુ કરવાની માંગ કરાઈ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આગામી સપ્ટેમ્બર મહિનામાં થનારી સુનાવણીમાં દરેક રાજ્યના કામનો પ્રોગ્રેસ રિપોર્ટ ચેક કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશે જ આ સુવિધાઓ પૂર્ણ કરી હોવાનો અહેવાલ આપ્યો છે.

નીતિ આયોગના રિપોર્ટથી ખૂલી પોલ

કોર્ટમાં રજૂ કરાયેલા નીતિ આયોગના(Supreme Court) વર્ષ 2026 ના એક ચોંકાવનારા અહેવાલ અનુસાર:

દેશની 98,592 સરકારી શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે અલગ કે કાર્યરત શૌચાલય જ નથી.

આશરે 61,540 શાળાઓ એવી છે જ્યાં વાપરી શકાય તેવું એક પણ શૌચાલય ઉપલબ્ધ નથી.

રાજ્યો દ્વારા આ સંવેદનશીલ મુદ્દે પૂરતું બજેટ પણ ફાળવવામાં આવતું નથી. જેમ કે, મધ્યપ્રદેશ સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે આખા રાજ્યની શાળાઓમાં સેનિટરી પ્રોડક્ટ્સ આપવા માટે માત્ર રૂ. 60 લાખની નજીવી રકમ ફાળવી છે.

સ્વચ્છતા એ દીકરીઓનો બંધારણીય અધિકાર

સુપ્રીમ કોર્ટે(Supreme Court) સ્પષ્ટ કર્યું છે કે બંધારણની કલમ 21 (Article 21) હેઠળ માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અને જરૂરી સુવિધાઓ મેળવવી એ દરેક દીકરીનો મૂળભૂત અધિકાર છે. પીરિયડ્સના કારણે કોઈ પણ દીકરીએ પોતાનું ભણતર અધવચ્ચે છોડવું ન પડે તે માટે દેશની તમામ સરકારી અને પ્રાઈવેટ શાળાઓમાં પાણીની યોગ્ય વ્યવસ્થા અને હાથ ધોવાની સગવડ જેવી પ્રાથમિક જરૂરિયાતો ફરજિયાત ઊભી કરવા આદેશ અપાયો છે.


આ પણ વાંચો : છૂટાછેડા લીધેલ દીકરી મૃત દીકરી કરતાં ઘણી સારી, સુપ્રીમ કોટૅમાં બોલ્યા તુષાર મહેતા

આ પણ વાંચો : કોકરોચ જનતા પાર્ટી’ મુદ્દે સુપ્રીમ કોર્ટનો ઇનકાર! CBI તપાસની માંગ પર કહ્યું- “સેન્ટિમેન્ટલ ન બનો”

આ પણ વાંચો :Cockroach Janata Partyની વેબસાઇટ બંધ, સુપ્રીમ કોર્ટમાં PIL અને સ્થાપકને ધમકી