Valsad News/ વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી: વાપી, ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદથી રાહત

વલસાડ જિલ્લાના વાપી, ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં વરસાદી (Valsad Rain) ઝાપટાં પડતાં ગરમી અને ઉકળાટથી લોકોને મોટી રાહત મળી છે.

Top Stories Gujarat Others Breaking News
Valsad Rain: કાળઝાળ ગરમી વચ્ચે વલસાડમાં મેઘરાજા મહેરબાન

Valsad News: ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. મોડી રાત્રે અચાનક બદલાયેલા વાતાવરણ બાદ વાપી, વલસાડ, ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Valsad Rain) વરસતા લોકોને કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.

છેલ્લા ઘણા દિવસોથી જિલ્લામાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ દરમિયાન મેઘરાજાની એન્ટ્રી થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે.

વાપી અને વલસાડમાં રસ્તાઓ પાણી-પાણી

શનિવારે મધરાત બાદ વાપી, વલસાડ અને ધરમપુર વિસ્તારમાં અચાનક જોરદાર વરસાદી (Valsad Rain) ઝાપટાં શરૂ થયા હતા. વાપી શહેરમાં અંદાજે 15 મિનિટ સુધી મુશળધાર વરસાદ પડતા અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, રવિવારે સવારના સમયે પણ વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી (Valsad Rain) માહોલ યથાવત રહ્યો હતો. જિલ્લામાં “ચેરાપુંજી” તરીકે ઓળખાતા કપરાડા તાલુકામાં બે કલાકમાં સત્તાવાર 7 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

Valsad Rain: વરસાદ વચ્ચે ખેડૂતોમાં ચિંતા

એક તરફ વરસાદ (Valsad Rain)થી લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો બીજી તરફ આંબાવાડીઓમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ પણ ઉભી થઈ છે. અચાનક પડેલા વરસાદને કારણે કેરીના પાક પર અસર પડી શકે છે તેવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

પાણીની સમસ્યા યથાવત

કપરાડા તાલુકામાં દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે, છતાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા યથાવત રહેતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વહીવટી આયોજનના અભાવે વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ ન થતાં દર ઉનાળે લોકોને પાણી માટે હેરાનગતિ ભોગવવી પડે છે.

ગરમી અને બફારા વચ્ચે મળી મોટી રાહત

ઉલ્લેખનીય છે કે મે મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન વલસાડ જિલ્લામાં રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું હતું. અસહ્ય ગરમી અને બફારાને કારણે લોકો બીમારીની ઝપેટમાં પણ આવી રહ્યા હતા. આ દરમિયાન મધરાતે શરૂ થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક ફેલાવી લોકોને મોટી રાહત આપી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.


આ પણ વાંચો:તાપી-વલસાડમાં કમોસમી વરસાદ, 8 શહેરોમાં પારો 40 ડિગ્રી પાર

આ પણ વાંચો:વલસાડમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં કેરીના પાકને લઈને ચિંતા

આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત, શેઠ આર જે જે સ્કૂલ પાસે અનેક વૃક્ષો ધરાશાયી