Delhi News/ આગામી દિવસોમાં દિલ્હીમાં વરસાદ અને ધૂળભરી આંધીઓની શક્યતા

મે મહિનાની ઠંડી વિદાય બાદ જૂનના પ્રથમ સપ્તાહમાં પણ દિલ્હી (Delhi) માં સુહાવણું હવામાન રહેશે

Top Stories India
delhi

Delhi Weather Update: દિલ્હીવાસીઓને મે મહિનાના અંતે મળેલી ગરમીમાંથી રાહત જૂનના પ્રથમ સપ્તાહમાં પણ યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો દરમિયાન રાજધાનીમાં ધૂળભરી આંધીઓ, હળવો વરસાદ અને ગાજવીજ સાથેના વાદળોનું આવનજાવન ચાલુ રહેશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે સોમવાર અને મંગળવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

રવિવારે દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછું રહ્યું હતું. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વચ્ચે-વચ્ચે નીકળતા સૂર્યપ્રકાશ વચ્ચે મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 4.2 ડિગ્રી ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 23.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી ઓછું નોંધાયું. હવામાં ભેજનું પ્રમાણ 51થી 75 ટકા વચ્ચે રહ્યું હતું.

રાજસ્થાન-પાકિસ્તાનની સિસ્ટમથી દિલ્હી (Delhi) માં વરસાદી માહોલ

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાજસ્થાન અને મધ્ય પાકિસ્તાન વિસ્તારમાં સક્રિય પશ્ચિમી વિક્ષોભના કારણે દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ, ગાજવીજ અને વરસાદી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. આ જ સિસ્ટમના પ્રભાવને કારણે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં ઠંડક યથાવત રહેવાની શક્યતા છે.

delhi

60 કિમીની ઝડપે પવન ફૂંકાશે, યલો અલર્ટ જેવી સ્થિતિ

તેમજ સોમવાર અને મંગળવારે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધૂળભરી આંધી અને હળવા વરસાદની શક્યતા છે. બુધવાર અને ગુરુવારે પણ તેજ પવન સાથે છૂટાછવાયા વરસાદ અથવા ઝરમર વરસાદ પડી શકે છે. વિભાગના અંદાજ મુજબ 6 જૂન સુધી દિલ્હીનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે જ રહેવાની શક્યતા છે.


આ પણ વાંચો : Mamata Banerjeeનો ભાજપ-EC પર ગંભીર આરોપ

આ પણ વાંચો : અભિષેક બેનર્જી હુમલા કેસમાં પોલીસે 5 લોકોની કરી ધરપકડ, મમતા બેનર્જીનો પોલીસ પર ગંભીર આરોપ

આ પણ વાંચો : મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક પર હુમલો…ભીડે ઈંડા ફેંક્યા, હેલ્મેટ પહેરી જીવ બચાવ્યો