Surat News/ સહજાનંદ નિર્વાણા’ પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ, 30થી વધુ રોકાણકારો બન્યા ભોગ

સુરતના કામરેજ-ખોલવડ વિસ્તારમાં ‘સહજાનંદ નિર્વાણા’ પ્રોજેક્ટના નામે રહેણાંક પ્લોટ આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી (Surat Land Scam)નો મામલો સામે આવ્યો. વિવાદિત જમીન પર પ્રોજેક્ટ બતાવી રોકાણકારોના લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ.

Top Stories Gujarat Surat Breaking News
Surat Land Scam: સુરતમાં પ્લોટના નામે કરોડોની છેતરપિંડી!

Surat News: સુરતના કામરેજ અને ખોલવડ વિસ્તારમાં આવેલા ‘સહજાનંદ નિર્વાણા’ પ્રોજેક્ટને લઈને મોટી છેતરપિંડી (Surat Land Scam)નો મામલો સામે આવ્યો છે. રહેણાંક પ્લોટ આપવાના બહાને અનેક રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની રકમ વસૂલવામાં આવી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જહાંગીરાબાદ વિસ્તારમાં રહેતા વેબ ડિઝાઈનર પુષ્પક પટેલે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, વર્ષ 2025 દરમિયાન તેમણે કામરેજ-સુરત રોડ પર આવેલા ખોલવડ વિસ્તારમાં ‘સહજાનંદ નિર્વાણા’ પ્રોજેક્ટની જાહેરાત જોઈ હતી. સસ્તા દરે પ્લોટ આપવાની વાતો કરી સેલ્સમેન અને બિલ્ડરો દ્વારા વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.

ફરિયાદ મુજબ, પુષ્પક પટેલે તેમની પત્નીના નામે પ્લોટ નંબર 102 બુક કરાવ્યો હતો અને અલગ-અલગ હપ્તાઓ દ્વારા કુલ અંદાજે રૂ. 65.59 લાખની ચુકવણી કરી હતી. બિલ્ડરોએ આ લેવડદેવડની નોંધ પોતાની ડાયરીમાં પણ દર્શાવી હતી.

જોકે, બાદમાં જાહેર ચેતવણી બહાર આવતા સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો હતો. તપાસમાં સામે આવ્યું કે સંબંધિત જમીન (Surat Land Scam) વર્ષો પહેલા જ અન્ય વ્યક્તિને બાનાખત મારફતે વેચાઈ ચૂકી હતી અને જમીન (Surat Land Scam)ને લઈને કોર્ટમાં વિવાદ પણ ચાલી રહ્યો હતો.

Surat Land Scam:રોકાણકારોના લાખો રૂપિયા અટવાયા

ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રોજેક્ટ પાસે RERA ની મંજૂરી નહોતી, જમીન બિનખેતી (N.A.) થયેલી નહોતી તેમજ જરૂરી પ્લાન પાસ પણ ન હતા. છતાં ગ્રાહકોને પ્રોજેક્ટ કાયદેસર હોવાનું જણાવી રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પોલીસ મુજબ, માત્ર એક ફરિયાદી નહીં પરંતુ અનેક અન્ય ગ્રાહકો પણ આ પ્રોજેક્ટમાં લાખો રૂપિયા ગુમાવી ચૂક્યા હોવાની શક્યતા છે. ફરિયાદમાં 30થી વધુ રોકાણકારો ભોગ બન્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ મામલે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા સત્યસંકલ્પ બિલ્ડ કોન LLP ના ભાગીદારો ઉમંગ હરિભાઈ ઠક્કર, કંઠ ઉમંગભાઈ ઠક્કર અને નીલ ઉમંગભાઈ ઠક્કર સામે ગુનાહિત કાવતરું અને વિશ્વાસઘાત સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:સુરતમાં જમીન કૌભાંડનો ભંડાફોડ, રૂ.4.81 કરોડની છેતરપિંડી બહાર આવી

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયલન્ટ ઝોનની જમીન કૌભાંડમાં સિટી સર્વે સુપ્રિ.ની કરી ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં વધુ એક જમીન કૌભાંડ, રૂ. 100 કરોડની જમીનનો બારોબાર સોદો