World News/ જાપાનમાં પરવાનગી વગર મસ્જિદ બનાવવા પર ભડકી સરકાર, પાકિસ્તાને કર્યું ઉદ્ઘાટન, ગમે ત્યારે ચાલશે બુલડોઝર

જાપાનના કાવાગોએ શહેરમાં વનજમીન પર કાનૂની મંજૂરી વિના મસ્જિદ(Mosque) બનાવવાનો મોટો વિવાદ સામે આવ્યો છે. પાકિસ્તાની રાજદૂતના ઉદ્ઘાટન બાદ જાપાન સરકાર બુલડોઝર એક્શનની તૈયારીમાં છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Top Stories international World
Mosque

Pakistani Ambassador Japan Mosque Update:  જાપાનના સાયતામા પ્રાંતના કાવાગોએ (Kawagoe) શહેરમાં કાનૂની મંજૂરી વિના એક મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો મોટો વિવાદ સામે આવ્યો છે. આ ગેરકાયદેસર બાંધકામને કારણે જાપાન સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર ભારે નારાજ છે. આ આંતરરાષ્ટ્રીય વિવાદ એટલા માટે વધુ વકર્યો છે કારણ કે આ વર્ષની શરૂઆતમાં જાપાનમાં પાકિસ્તાનના રાજદૂત (Ambassador) અબ્દુલ હમીદ પોતે આ મસ્જિદના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જાપાની મીડિયામાં આ અંગે તીખા અહેવાલો આવ્યા બાદ, પાકિસ્તાની દૂતાવાસે હવે આ પ્રોજેક્ટથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી દીધું છે.

શહેરી પ્રશાસનના જણાવ્યા અનુસાર, મસ્જિદનું(Mosque) નિર્માણ સ્થાનિક કાયદાઓનું ઘોર ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હોવાથી આ ગેરકાયદેસર બાંધકામ પર ગમે ત્યારે બુલડોઝર ચલાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

સરકારી ફોરેસ્ટ લેન્ડ પર મંજૂરી વગર ઊભી કરી દીધી મસ્જિદ

જાપાનના પ્રતિષ્ઠિત અખબાર ‘દ આસાહી શિમ્બુન’ (The Asahi Shimbun) ના અહેવાલ મુજબ, આ મસ્જિદ આશરે 4,500 ચોરસ મીટરના એક મોટા પ્લોટ પર બનાવવામાં આવી છે. સરકારી રેકોર્ડમાં આ જમીનને પર્વતીય વનજમીન (Forest Land) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

નિયમોનું ઉલ્લંઘન: આ વિસ્તાર ‘શહેરીકરણ નિયંત્રણ ક્ષેત્ર’ (Urbanization Control Area) હેઠળ આવે છે. જાપાનના કાયદા મુજબ આ ઝોનમાં સ્થાનિક સત્તાધીશોની વિશેષ પરવાનગી વિના કોઈપણ પ્રકારનું પાકું બાંધકામ કરવું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

સિટી પ્લાનિંગ એક્ટ: કાવાગોએ શહેરના અધિકારીઓએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, આ મસ્જિદનું(Mosque) નિર્માણ સિટી પ્લાનિંગ એક્ટ હેઠળ વિશેષ મંજૂરી મેળવ્યા વિના કરાયું હોવાથી ઇમારત સંપૂર્ણપણે ઇલ્લીગલ છે. સરકારી દસ્તાવેજો દર્શાવે છે કે આ જમીનની માલિકી March 2025 માં ફુજીમી સ્થિત એક રિયલ એસ્ટેટ કંપની પાસેથી બદલાઈને કાવાગોએની એક ફર્મ પાસે ગઈ હતી.

Mosque

પાકિસ્તાની નાગરિકો દ્વારા જ કાયદાના ભંગની આકરી ટીકા

આ વિવાદ અંગે જાપાનમાં લાંબા સમયથી રહેતા અને યાશિયો મસ્જિદનું(Mosque) પ્રતિનિધિત્વ કરતા 62 વર્ષીય પાકિસ્તાની નાગરિક શકીલ શેખ મોહમ્મદે પણ આ ગેરકાયદેસર પ્રોજેક્ટની આકરી ટીકા કરી છે. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે, “જો તેઓ મંજૂરી વગર મસ્જિદ બનાવી રહ્યા છે તો તે કાયદાની દૃષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. સ્થાનિક જાપાની લોકો સાથે સારા અને શાંતિપૂર્ણ સંબંધો બાંધીને જ ધાર્મિક સ્થળો માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી શકાય, કાયદો તોડીને નહીં.”

પાકિસ્તાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર આપી સ્પષ્ટતા

મામલો વધુ વણસતા અને જાપાન સરકાર કડક મૂડમાં આવતા, જાપાન સ્થિત પાકિસ્તાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર નિવેદન જાહેર કરીને પોતાના નાગરિકોને સ્થાનિક કાયદાનું પાલન કરવા કડક સલાહ આપી છે. દૂતાવાસે પોતાના સમુદાયને અપીલ કરી છે કે તેઓ તપાસમાં જાપાની અધિકારીઓ સાથે સંપૂર્ણ સહકાર આપે.

ખોટું બોલીને રાજદૂત પાસે કરાવ્યું Mosque નું ઉદ્ઘાટન

31 May ના રોજ જાહેર કરાયેલા એક અલગ સ્પષ્ટતા પત્રમાં દૂતાવાસે જણાવ્યું કે, પાકિસ્તાની રાજદૂત અબ્દુલ હમીદે 3 April 2026 ના રોજ કાવાગોએમાં આયોજિત આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ તેમણે આ આમંત્રણ માત્ર એટલા માટે સ્વીકાર્યું હતું કારણ કે મસ્જિદના (Mosque) આયોજકોએ તેમને ખોટી આશ્વાસન અને ખાતરી આપી હતી કે સ્થાનિક સરકાર પાસેથી તમામ જરૂરી કાનૂની મંજૂરીઓ (Approvals) મેળવી લેવામાં આવી છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું કે તેઓ એવા કોઈપણ પ્રોજેક્ટને સમર્થન આપતા નથી જે જાપાનના કાયદાનું ઉલ્લંઘન કરતું હોય.


આ પણ વાંચો : ઇરાનની ધમકી બાદ ટ્રમ્પ એક્શનમાં, ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે નવા યુદ્ધવિરામની જાહેરાત

આ પણ વાંચો : રશિયાએ યુક્રેન પર વરસાવી મિસાઈલો, જીવ બચાવવા હજારો લોકો સબવે સ્ટેશનમાં ભરાયા

આ પણ વાંચો :આફ્રિકામાં ઇબોલા વાયરસનો આઉટબ્રેક, સંક્રમિતોની સંખ્યા 320ને પાર થતાં WHO એલર્ટ