Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના ઓરિયા તળાવમાં રમતા રમતા ચાર બાળકો પાણીમાં ડૂબી (Child Drowning Case) જતા એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ઘટનાએ સમગ્ર ગામ અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
માહિતી મુજબ, શેમળા ગામમાં એક ખેડૂતની વાડીમાં શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરી રહ્યો હતો. દરમિયાન પરિવારના બાળકો વાડીથી થોડે દૂર આવેલા ઓરિયા તળાવ પાસે રમવા ગયા હતા. રમતા રમતા અચાનક ચારેય બાળકો ઊંડા પાણીમાં ગરકાવ (Child Drowning Case) થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ વાડી માલિક અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢી ખાનગી વાહન મારફતે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ત્રણ બાળકોને મૃત જાહેર કર્યા હતા.
એક જ પરિવાર પર તૂટી પડ્યું દુઃખનું આભ
મૃતક બાળકોમાં બે ભાઈ-બહેન અને તેમના સંબંધમાં એક અન્ય બાળકનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી અનુસાર તમામ બાળકો સાળા-બનેવીના પરિવારના હતા.
મૃતક બાળકોના નામ:
અર્જુન ભુરાભાઈ બબેરિયા (ઉંમર 6 વર્ષ)
લખત કરશનભાઈ ડામોર (ઉંમર 6 વર્ષ)
લક્ષ્મી કરશનભાઈ ડામોર (ઉંમર 3 વર્ષ)
જ્યારે સાહિલ ભુરાભાઈ બબેરિયા (ઉંમર 3 વર્ષ) ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે અને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
Child Drowning Case: હોસ્પિટલમાં શોકનો માહોલ
આ દુર્ઘટનાના સમાચાર મળતા જ પરિવારજનોમાં રડવાનો કલ્પાંત મચી ગયો હતો. ગોંડલ હોસ્પિટલ ખાતે સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ પહોંચી પરિવારને સાંત્વના આપી હતી.સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત પરિવારને જરૂરી સહાય અને સાંત્વના પાઠવી હતી.
Child Drowning Case:પાણીના સ્ત્રોતો પાસે બાળકોની સુરક્ષા પર ફરી સવાલ
આ દુર્ઘટનાએ ગામડાઓમાં તળાવ, ડેમ અને ખુલ્લા જળાશયો પાસે બાળકોની સુરક્ષા અંગે ફરી ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ઉનાળાની રજાઓ દરમિયાન બાળકો પાણીની નજીક રમવા જતા હોય છે, ત્યારે માતા-પિતા અને સ્થાનિક તંત્ર દ્વારા વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત સામે આવી છે.હાલ સમગ્ર શેમળા ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાયેલો છે.
આ પણ વાંચો:જામનગરના ધ્રોલમાં એક જ પરિવારના ત્રણ બાળકો ડૂબ્યા : રમતાં-રમતાં પાણી ભરેલા ઊંડા ખાડામાં ગરકાવ થયા
આ પણ વાંચો:જસદણ નજીક આલણ સાગર તળાવમાં દુર્ઘટના, 4 બાળકો ડૂબ્યા, 2ના મૃતદેહ મળ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
આ પણ વાંચો:તળાજાના સરતાનપર ગામે એક જ પરિવારના 3 માસૂમ બાળકો પાણીમાં ડૂબ્યા
