Turtuk Village Ladakh 2026: ભારત અને પાકિસ્તાનની બોર્ડર તેમજ તેના ઇતિહાસ વિશે તમે ઘણું સાંભળ્યું હશે અને ફિલ્મો પણ જોઈ હશે. જેમ કે ભારત-પાકિસ્તાનના વિભાજનને દર્શાવતો વાઘા બોર્ડર એક પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે. પરંતુ આજે અમે તમને ભારત-પાક સરહદ પર વસેલા એક એવા છેલ્લા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે અત્યારે ભારતનો એક ખૂબ જ સુંદર હિસ્સો છે. વર્ષ 1947 ના ભાગલા વખતે આ ગામ પાકિસ્તાનનો ભાગ બની ગયું હતું, પરંતુ વર્ષ 1971 ના યુદ્ધમાં જ્યારે પાકિસ્તાનને મોંની ખાણી પડી, ત્યારે આ ગામ તેના હાથમાંથી નીકળીને ભારતમાં સામેલ થઈ ગયું હતું. આજે આ ગામ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગામનું નામ છે ‘તુર્તુક’ (Turtuk)
ભારત-પાક સરહદ પર વસેલા આ છેલ્લા ગામનું નામ તુર્તુક છે, જે લદ્દાખના લેહ જિલ્લામાં આવેલું છે. આ ગામ કુદરતી સુંદરતાથી ભરપૂર છે અને તે પોતાના સ્વાદિષ્ટ ફળો, ખાસ કરીને જરદાળુ (खुबानी – Apricot) માટે દુનિયાભરમાં જાણીતું છે. 1971 પહેલા અહીં પાકિસ્તાનનું શાસન હતું, પરંતુ યુદ્ધ પછી ભારતીય સેનાએ આ ગામ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું. આ ગામ અસલી બોર્ડરથી માત્ર 8 કિલોમીટર પહેલા આવેલું છે. આનાથી આગળ ‘થાગ’ નામની જગ્યા છે, પરંતુ થાગ સીધું પાકિસ્તાની(Turtuk ) સેનાની સ્નાઈપર રેન્જ (Sniper Range) માં આવતું હોવાથી પ્રવાસીઓ માટે આ ગામ જ છેલ્લું સ્ટોપ ગણાય છે.
અહીં પ્રવાસીઓ શું જોઈ શકે છે?
આશરે 2,500 ની વસ્તી ધરાવતા આ ગામને પહેલા પાકિસ્તાનમાં ‘બાલ્તિસ્તાન’ કહેવામાં આવતું હતું. આ જ કારણે અહીંના સ્થાનિક રહેવાસીઓ આજે પણ ‘બાલ્તી’ (Balti) ભાષા બોલે છે. આ ગામ સુંદર હોવાની સાથે સાથે ઐતિહાસિક રીતે પણ સમૃદ્ધ છે. અહીં પ્રવાસીઓ 16 મી સદીની પ્રાચીન મસ્જિદ અને આઇકોનિક પોલો ગ્રાઉન્ડ જોઈ શકે છે. આ ઉપરાંત બાલ્તી હેરિટેજ હોમ, બાલ્તી મ્યુઝિયમ અને તુર્તુક(Turtuk ) ગોમ્પા જેવા સ્થળો જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ અહીં આવે છે.
1971 ના વિભાજનમાં લોહીના સંબંધો વહેંચાયા
જ્યારે 1971 માં તુર્તુક ગામ ભારતમાં સામેલ થયું, ત્યારે એક જ પરિવારના અડધા લોકો હિન્દુસ્તાનમાં આવી ગયા અને અડધા પાકિસ્તાનમાં જ રહી ગયા. જોકે, ભારત સરકારે આવા વિખૂટા પડેલા પરિવારો માટે હવે રસ્તો સરળ બનાવ્યો છે. આ લોકો વિઝા લઈને પાકિસ્તાન જઈ શકે છે અને પોતાના સંબંધીઓને મળી શકે છે, પરંતુ પાકિસ્તાન જતા પહેલા જરૂરી કાગળિયાં અને કાનૂની કાર્યવાહી કરવી પડે છે, જે થોડી ખર્ચાળ છે.
તુર્તુકમાં રહેવા-જમવાની વ્યવસ્થા અને હોમસ્ટે
તુર્તુકમાં(Turtuk ) પ્રવાસીઓ માટે ઘણા ગેસ્ટ હાઉસ ઉપલબ્ધ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ જગ્યા ઇઝરાયેલી પ્રવાસીઓથી ભરેલી રહે છે અને અહીં ખાસ ઇઝરાયેલી ગેસ્ટ હાઉસ પણ છે, જે સવારના નાસ્તા સાથે 800 થી 1000 રૂપિયા સુધીમાં રૂમ આપી દે છે (જો તમે થોડું બાર્ગેનિંગ કરો તો હજી સસ્તું પડી શકે છે).
આ સિવાય અહીં ‘હોમ સ્ટે’ (Home Stay) નો ઓપ્શન સૌથી બેસ્ટ છે. અહીંના લોકોના સુંદર પરંપરાગત ઘરોમાં પ્રવાસીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને સ્વાદિષ્ટ ભોજન પીરસાય છે. હોમ સ્ટેમાં રહેવાથી તમે સ્થાનિક લોકો સાથે રહીને તેમની બાલ્તી સંસ્કૃતિને નજીકથી જાણી શકો છો. હોમ સ્ટેની શરૂઆત પ્રતિ વ્યક્તિ માત્ર 350 રૂપિયાથી થઈ જાય છે, જેમાં બે ટાઈમનું જમવાનું પણ સામેલ હોય છે.
Turtuk કેવી રીતે પહોંચવું?
તુર્તુક (Turtuk )પહોંચવા માટે સૌથી પહેલા તમારે લેહ જિલ્લા વહીવટી તંત્ર પાસેથી ‘ઇનર લાઇન પરમિટ’ (Inner Line Permit) લેવી પડશે. આ પરમિટ માત્ર 5 દિવસ માટે જ માન્ય રહે છે. તમે આ પરમિટ સીધી એડમિનિસ્ટ્રેશન ઓફિસથી મેળવી શકો છો અથવા લેહની કોઈ ટ્રાવેલ કંપની પાસેથી પણ કઢાવી શકો છો (કોઈપણ કંપનીનો સંપર્ક કરતા પહેલા તે અસલી છે કે નહીં તે તપાસી લેવું). વહીવટી ઓફિસ સાંજે 5 વાગ્યે બંધ થઈ જતી હોવાથી સમયસર પરમિટ કઢાવી લેવી હિતાવહ છે.
આ પણ વાંચો: ભારતની આસ્થા અને પર્યટનનો સંગમ: 5 રાજ્યોમાંથી પસાર થતી ગંગા નદીની અદભૂત સફર
આ પણ વાંચો: ભારતના આ 5 નેશનલ પાર્કમાં માણો બોટ સફારી, મગરના જન્મથી લઈને તરતા વાઘ સુધીનો રોમાંચ
આ પણ વાંચો: દુનિયાનો એકમાત્ર દેશ જ્યાં પક્ષીઓ માટે બને છે પાસપોર્ટ, માણસોની જેમ ફ્લાઈટમાં કરે છે મુસાફરી






