Dharm & Bhakti: દેવગુરુ બૃહસ્પતિ થોડા દિવસો અગાઉ જ માર્ગી થયા છે અને એ તારીખ છે 11 માર્ચ…ગુરુ ગ્રહની સીધી ચાલ વર્ષ 2026ના અંત સુધી જારી રહેશે. બૃહસ્પતિ માર્ગી (Guru Margi 2026) થયા પછી, ગુરુનું આ ગોચર જ્યોતિષાચાર્યોના મતે 4 રાશિઓ માટે અત્યંત લાભકારક રહેશે..
બૃહસ્પતિ ડિસેમ્બર 2026 સુધી માર્ગી (Guru Margi 2026)
શિક્ષણ, ધન અને ભાગ્ય (Education, Wealth and Luck)નો કારક ગુરુ ગ્રહ હવે ડિસેમ્બર 2026 (December 2026) સુધી માર્ગી જ રહેશે અર્થાત્ ગુરુ હવે પછી લગભગ 9 મહીના સુધી સીધી ચાલ (Guru Gochar) ચાલશે. ગુરુ પુનર્વસુ નક્ષત્ર (Punarvasu Nakshatra)માં માર્ગી થયો છે અને એને ગુરુનું પોતાનું જ નક્ષત્ર માનવામાં આવે છે.
પુનર્વસુ શબ્દ મૂળ ‘પુનર્વાસ’ શબ્દમાંથી લેવામાં આવ્યો છે અને એનો અર્થ છે ફરીથી વાસ કરવો! આનો અર્થ એ છે કે, જીવનમાં કશુંક નવું લઇને આવવું…તો આ નક્ષત્ર આપણને રચનાત્મક અને ધૈર્યવાન બનાવે છે. અંધકારમય જીવનમાં પ્રકાશની એક નવીન કિરણ ઉત્પન્ન કરે છે. તો ચાલો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણીએ કે, આ નક્ષત્રમાં માર્ગી થઇને ગુરુ કઇ-કઇ રાશિઓ (Rashi, Zodiac Signs)ને લાભાન્વિત કરશે?

વૃષભ રાશિ
વૃષભ રાશિ (Vrushabh Rashi)ના બીજા ઘરમાં બૃહસ્પતિ માર્ગી થયા છે. પ્રોપર્ટી ખરીદવા અને વેચવાને લગતી બાબતોમાં લાભાન્વિત થશો. કોઈ સારી ડીલ તમને મળી શકે છે. સંપત્તિ સંબંધી અડચણો દૂર થઈ શકે છે. પૈતૃક સંપત્તિ (Ancestral Property)થી તમને ઘણો લાભ પ્રાપ્ત થઇ શકે છે. જો તમે નવું ઘર અથવા તો કોઇ નવી જમીન ખરીદવાનું પ્લાન કરી રહ્યાં હો તો આ સમય તમારા માટે અત્યંત ઉત્તમ સાબિત થશે.

કર્ક રાશિ
ગુરુનું માર્ગી થવું એ કર્ક રાશિ (Kark Rashi)ના જાતકોના વ્યક્તિત્વ અને વાણીમાં નિખાર લાવશે. તમે તમારી રચનાત્મકતાને નિખારવા પર ભાર મૂકશો. તમારા પ્રયાસોમાં વેગ આવશે. કાર્યસ્થળે કરવામાં આવેલો પરિશ્રમ તમને ઉત્તમ ફળ પ્રદાન કરશે. આ ઉપરાંત, તમારા જે પણ સરકારી કામો લાંબા સમયથી અટકેલા હતા એમાં હવે પ્રગતિ થશે. એવા તમામ કાર્યો ઘણી ઝડપથી પૂર્ણ થઇ શકે છે. તમારા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થઇ શકે છે.

ધનુ રાશિ
ધનુ રાશિ (Dhanu Rashi) વાળા જાતકો માટે નવીન કાર્યોની શરુઆત કરવી સારી રહેશે. નોકરી (Job) કરતા લોકો માટે આ સમય ઘણો જ ઉત્તમ રહેશે. છેલ્લા કેટલાય સમયથી તમે તમારા કામના સ્થળે જે-જે સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતા એ તમામ ઝડપથી દૂર થશે. પ્રગતિના નવા માર્ગ ખૂલશે. વડીલોનો સહયોગ તમને પ્રાપ્ત થશે. આ ઉપરાંત, અંગત અને વ્યાવસાયિક જીવનમાં તાલમેલ બહેતર બનશે.

મીન રાશિ
મીન રાશિ (Meen Rashi)ના જાતકોના જીવનમાં પણ કંઇક સારા પરિવર્તનો આવવાની પ્રબળ સંભાવનાઓ છે. કાર્યક્ષેત્રમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે. જે લોકો લાંબા સમયથી રોજગાર (Employment)ની શોધમાં છે એમના માટે આ સમય ઉત્તમ રહેશે. જો કોઇ જૂનું-પુરાણુ રોકાણ હોય અને એ તમને ઘણું નુકસાન કરાવી રહ્યું હોય તો એનાથી તમને ઝડપથી ફાયદો થવાની સંભાવનાઓ છે. નવું રોકાણ કરનારા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે. ગુરુજનોનું માર્ગદર્શન મળી રહેશે અને એમની સલાહ પર તમે ઉચિત નિર્ણય લઇ શકશો.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે ચૈત્ર નવરાત્રિની રાત્રે કરો આ 4 વિશેષ ઉપાય….મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરો..!
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન પાલખીમાં….પ્રસ્થાન હાથી પર..જાણો ભાવિ સંકેતો…
