Gujarat News: ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયાઓને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક નવા મામલે ગંભીર આક્ષેપો કરતા રાજ્યની ભરતી (Gujarat Recruitment Scam) અને દસ્તાવેજ ચકાસણી પ્રણાલી સામે સવાલો ઉભા કર્યા છે. તેમના દાવા મુજબ એક જ પરિવારના બે સગા ભાઈઓએ અલગ-અલગ જાતિના પ્રમાણપત્રોના આધારે સરકારી લાભ અને નોકરી મેળવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
યુવરાજસિંહ જાડેજાએ જાહેર કરેલા દસ્તાવેજોના આધારે એવો દાવો કર્યો છે કે એક ભાઈએ અન્ય પછાત વર્ગ (OBC)ના પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવી છે, જ્યારે બીજા ભાઈએ અનુસૂચિત જાતિ (SC)ના પ્રમાણપત્રના આધારે સરકારી સેવા મેળવ્યાનો આક્ષેપ છે.
Gujarat Recruitment Scam:સરકારી નોકરીઓ પર સવાલ
આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે એક જ પરિવારના બે સગા ભાઈઓની જાતિ સરકારી રેકોર્ડમાં અલગ-અલગ કેવી રીતે નોંધાઈ શકે? આ મુદ્દે ભરતી (Gujarat Recruitment Scam) પ્રક્રિયા દરમિયાન થયેલી દસ્તાવેજ ચકાસણી અને સંબંધિત વિભાગોની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આક્ષેપોમાં વધુમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સંબંધિત વ્યક્તિએ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન અન્ય એક અલગ શ્રેણીનું જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જો આ દાવાઓ સાચા સાબિત થાય તો સમગ્ર મામલો માત્ર ભરતી (Gujarat Recruitment Scam) સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ ચૂંટણી પ્રક્રિયા અને પ્રમાણપત્ર જારી કરવાની વ્યવસ્થા સુધી પણ તપાસનો વિષય બની શકે છે.
યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર પ્રકરણની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ જો કોઈ ગેરરીતિ અથવા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ થયો હોય તો જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
હાલ આક્ષેપોને લઈને સત્તાવાર તપાસ અથવા સંબંધિત વિભાગો તરફથી કોઈ અંતિમ નિવેદન જાહેર થયું નથી. જો કે મામલો સામે આવતા રાજ્યભરમાં સરકારી ભરતી (Gujarat Recruitment Scam) પ્રક્રિયાની પારદર્શિતા અને દસ્તાવેજ ચકાસણી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો:અમરેલીમાં યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું
આ પણ વાંચો:શિક્ષકોની લાંચ અંગેની ફરિયાદઃ યુવરાજસિંહ જાડેજા અને છોટાઉદેપુર નગરપ્રમુખ સામસામે
આ પણ વાંચો:યુવરાજસિંહ જાડેજાનો વધુ એક પેપેર લીકનો આક્ષેપ…, જુઓ Video
