Rajya Sabha Election 2026/ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપનો વિજય રથ દોડ્યો, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસ ખાલી હાથ

Rajya Sabha Election 2026: રાજ્યસભા ચૂંટણીમાં NDAએ મોટી સફળતા મેળવી છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષોના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે કોંગ્રેસને અનેક રાજ્યોમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે.

Top Stories India Breaking News
Rajya Sabha Election 2026:ગુજરાતમાં ભાજપનો ક્લીન સ્વીપ, રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં

Rajya Sabha Election 2026 : રાજ્યસભા ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ નોંધપાત્ર સફળતા મેળવી છે. અત્યાર સુધીના પરિણામો મુજબ NDAના 18 ઉમેદવારો જીત નોંધાવી ચૂક્યા છે, જ્યારે ઇન્ડિયા (INDIA) ગઠબંધનને માત્ર 5 બેઠકો પર સફળતા મળી છે.

ઘણા રાજ્યોમાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાથી ચૂંટણી (Rajya Sabha Election 2026) પહેલાં જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જોકે ઝારખંડ અને મિઝોરમની કેટલીક બેઠકો માટે હજુ પણ મતદાન બાકી છે.

Rajya Sabha Election 2026: ગુજરાતમાં ભાજપનો ક્લીન સ્વીપ

ગુજરાતની ચારેય રાજ્યસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ભાજપ તરફથી રાજુભાઈ શુક્લા (Rajubhai Shukla), માનસિંહ પરમાર (Mansinh Parmar), મુકેશભાઈ રાઠવા (Mukeshbhai Rathwa) અને જિતેન્દ્ર કંજારીયા (Jitendra Kanjaria) રાજ્યસભા (Rajya Sabha Election 2026)માં પહોંચ્યા છે.આ જીત સાથે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે સમાપ્ત થયું છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂર્ણ થતાં હવે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનો એકપણ સભ્ય રહ્યો નથી.

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને મોટો ફટકો

મધ્ય પ્રદેશમાં ભાજપે ત્રણેય બેઠકો પર જીત મેળવી છે. ભાજપ (BJP)ના તરુણ ચુઘ, રજનીશ અગ્રવાલ અને મહેશ કેવટ બિનહરીફ ચૂંટાયા છે.કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન ટેકનિકલ કારણોસર રદ થતાં ભાજપનો માર્ગ સરળ બની ગયો હતો. કોંગ્રેસે આ મુદ્દે કાનૂની લડત શરૂ કરી છે, પરંતુ હાલ માટે ભાજપે સંપૂર્ણ જીત મેળવી છે.

કર્ણાટકમાં કોંગ્રેસની મજબૂત હાજરી

કર્ણાટકમાં કોંગ્રેસે (Congress) પોતાની રાજકીય તાકાત જાળવી રાખી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે (Mallikarjun Kharge) અને પાર્ટી પ્રવક્તા પવન ખેડા (Pawan Kheda) રાજ્યસભા (Rajya Sabha Election 2026 )માં ફરી ચૂંટાઈ આવ્યા છે.જ્યારે ભાજપના પ્રોફેસર એમ. નાગરાજ પણ બિનહરીફ ચૂંટાયા છે. આ ચૂંટણી સાથે પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાની લાંબી સંસદીય સફર પૂર્ણ થવા જઈ રહી છે.

આંધ્ર પ્રદેશમાં NDAનો એકહથ્થુ દબદબો

આંધ્ર પ્રદેશની ચારેય બેઠકો પર NDAના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ટીડીપી અને જનસેના ગઠબંધનને અહીં સંપૂર્ણ સફળતા મળી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે જનસેના પાર્ટીને પહેલીવાર રાજ્યસભામાં પ્રતિનિધિત્વ મળ્યું છે.

ઝારખંડ અને મિઝોરમમાં રસાકસી

18 જૂનના રોજ ઝારખંડની બે અને મિઝોરમની એક બેઠક માટે મતદાન યોજાશે.ઝારખંડમાં જેએમએમ, કોંગ્રેસ અને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. જ્યારે મિઝોરમમાં ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ અને મિઝો નેશનલ ફ્રન્ટ વચ્ચે સીધી ટક્કર છે.

રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશામાં પણ નિર્ણયો,રાજસ્થાનમાં ભાજપના સતીશ પૂનિયા અને અલકા ગુર્જર જ્યારે કોંગ્રેસના નીરજ ડાંગી બિનહરીફ ચૂંટાયા છે.

મહારાષ્ટ્રમાં એનસીપીના રાજેન્દ્ર જૈન અને ઓડિશામાં ભાજપના દેવાશીષ સામંતરાય પણ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

પૂર્વોત્તર ભારતમાં પણ NDAની મજબૂત પકડ, મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

આ પરિણામો દર્શાવે છે કે પૂર્વોત્તર રાજ્યોમાં NDAનું રાજકીય પ્રભુત્વ સતત મજબૂત બની રહ્યું છે.

અત્યાર સુધીનું રાજકીય ચિત્ર

અત્યાર સુધીના પરિણામો મુજબ NDAએ 18 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે INDIA ગઠબંધનને માત્ર 5 બેઠકો મળી છે. બાકી રહેલી બેઠકોના પરિણામો બાદ રાજ્યસભા (Rajya Sabha Election 2026 )માં સત્તાધારી ગઠબંધનની સ્થિતિ વધુ મજબૂત થવાની શક્યતા છે.


આ પણ વાંચો:રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો: મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ

આ પણ વાંચો:રાજ્યસભા ચૂંટણી પહેલાં ભાજપની વ્યૂહરચના તેજ, ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના

આ પણ વાંચો:18મી જૂને 10 રાજ્યોની 24 બેઠકોની રાજ્યસભા ચૂંટણી, ગુજરાતમાં ચાર બેઠકો માટે થશે ચૂંટણી