Surat News/ ફ્લાઇંગ રાણીને ઉમરગામ સ્ટોપેજ મળતા લોકોએ સાંસદને ખભે ઉચક્યા

સુરત – મુંબઈ સેન્ટ્રલને જોડતી ફ્લાઈંગ રાની એક્સપ્રેસના સ્ટોપેજની ભેટ ઉમરગામને મળી છે તે વલસાડ લોકસભાના માનનીય સાંસદ ધવલભાઈ પટેલના અથાક પ્રયત્નોને આભારી છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરત – મુંબઈ સેન્ટ્રલને જોડતી ફ્લાઈંગ રાની એક્સપ્રેસના સ્ટોપેજની ભેટ ઉમરગામને મળી છે તે વલસાડ લોકસભાના માનનીય સાંસદ ધવલભાઈ પટેલના અથાક પ્રયત્નોને આભારી છે. ઉમરગામને આ સુવિધા મળે તે માટે માનનીય સાંસદ ધવલ પટેલે માનનીય કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ રજૂઆત કરી હતી અને કેન્દ્રમાં અનેક પત્રો લખ્યા હતા. ઉમરગામ અને આસપાસના મુસાફરો, નોકરી – ધંધા અને અભ્યાસ અર્થે અપડાઉન કરતા લોકોને જે મુસાફરીની તકલીફ પડી રહી હતી, આ મુસાફરો માટે આ ટ્રેનનું સ્ટોપેજ આશીર્વાદરૂપ બનશે.

ઉમરગામ વિસ્તારના નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં અભિવૃદ્ધિ કરતી આ ભેટના નિમિત્ત બનવા બદલ માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવા ગત રોજ જનતાના પ્રેમના પ્રતીક રૂપે તેમનું સન્માન કરવામાં આવ્યું. માનનીય સાંસદશ્રી જનસેવાના તેમના સમર્પિત ભાવ બદલ આ સન્માન અને અપાર સ્નેહના હકદાર છે, સમગ્ર વલસાડ વિસ્તારને તેમના પર ગર્વ છે.

ધવલ પટેલે ડાંગ-આહવા ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.  તેમણે પીએમ મોદીના 12 વર્ષના શાસનની વિગત આપી હતી. આ બાર વર્ષને અવિરત વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના ગણાવ્યા હતા.

તેની સાથે તેમણે રાજ્ય અને ડાંગ જિલ્લાના વિકાસના કાર્યોની વિગત આપી હતી. પીએમ મોદી સૌથી લાંબો સમય સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે.

તેમણે 4,399 દિવસ દેશની અવિરત જનસેવા કરી છે. મોદી સરકારના દરેક વિસ્તાર, દરેક સેક્ટર અને વર્ગ માટે કામ થયું છે. 12 વર્ષમાં ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. વર્ષ 2047 સુધીમાં દેશ આત્મનિર્ભર અને વિકસિત ભારત બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો : નવસારી ‘કમલમ’ ખાતે ઉજવણી, સેન્સ પ્રક્રિયામાં સાંસદ ધવલ પટેલ રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો : ગુજરાત BJPનું નવું એલાન! મીડિયા ટીમમાં ધવલ પટેલ-હેમાલી બોઘાવાલાની એન્ટ્રી

આ પણ વાંચો : નામ લીધા વિના MP ધવલ પટેલના પ્રહાર: ‘ધારાસભ્ય જ્યાં રહે છે ત્યાં વરસાદી પાણી ભરાય છે’