Ahmedabad News: અમદાવાદમાં આગામી અષાઢી બીજના પાવન દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેરનું વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રા માર્ગ પર આવેલી ભયજનક અને જર્જરિત ઇમારતો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન દરિયાપુર વિસ્તારમાં આવેલું ધારાસભ્ય કૌશિક જૈન (Kaushik Jain)નું જૂનું કાર્યાલય પણ તંત્રના રડાર પર આવ્યું છે.
MLA Kaushik Jainની જૂની ઓફિસ રડાર પર
માહિતી અનુસાર, દરિયાપુરના મુખ્ય માર્ગ પર આવેલું આ કાર્યાલય લાંબા સમયથી બંધ હાલતમાં છે અને ઇમારત જર્જરિત બની ગઈ હોવાનું તંત્રના નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું હતું. રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અને નાગરિકો માર્ગ પર ઉમટતા હોય છે, જેના કારણે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે AMC દ્વારા સલામતીના ભાગરૂપે ઇમારત પર ભયજનક હોવાની નોટિસ લગાવવામાં આવી છે.

આ કાર્યવાહી બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે સમગ્ર મામલે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને (Kaushik Jain) સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જે ઇમારતને નોટિસ આપવામાં આવી છે તેનો હાલ તેઓ કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા નથી.

તેમણે જણાવ્યું કે તેઓ કોર્પોરેટર તરીકે કાર્યરત હતા તે સમયગાળા દરમિયાન આ કાર્યાલયનો ઉપયોગ થતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ઓફિસ સંપૂર્ણપણે બંધ છે. હાલ તેમની કામગીરી અન્ય સ્થળેથી ચાલી રહી છે અને આ ઇમારત સાથે તેમનો કોઈ સીધો વહીવટી સંબંધ નથી.
AMC દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી માત્ર રથયાત્રા રૂટ પર જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની નિયમિત પ્રક્રિયાનો ભાગ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. શહેરમાં રથયાત્રા પહેલાં આવા જોખમી મકાનો અને ઇમારતોની ઓળખ કરી જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.રથયાત્રાની તૈયારીઓ વચ્ચે AMCની આ કાર્યવાહી શહેરમાં સુરક્ષા અને જાહેર સલામતીને લઈને તંત્રની ગંભીરતા દર્શાવે છે.
આ પણ વાંચો:અમદાવાદના મેમનગરમાં મકાનની ગેલેરીનો સ્લેબ તૂટી પડતા એક વ્યક્તિનું મોત
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગેલેરી ધરાશાયી, ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી શરૂ
આ પણ વાંચો:અમદાવાદમાં ચોમાસાએ ખોલી AMCની પોલ: બોપલના નવા રોડનું ધોવાણ, સ્થાનિકોમાં રોષ
