Surat News/ સુરતમાં દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બનશે

દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન (Police Station) સુરત (Surat)ના ઉદ્યોગને વધુ સુરક્ષિત, પારદર્શક અને વ્યવસ્થિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

Surat
રાજ્ય સરકારે સુરતમાં દેશનું પ્રથમ વિશેષ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન (Police Station) સ્થાપવાની મંજૂરી આપી છે

Surat News : ગુજરાતના સુરત (Surat) શહેરને દેશની ટેક્સટાઇલ રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. હવે આ શહેરને વધુ એક અનોખી ઓળખ મળવા જઈ રહી છે. રાજ્ય સરકારે સુરતમાં દેશનું પ્રથમ વિશેષ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન (Police Station) સ્થાપવાની મંજૂરી આપી છે. આ પોલીસ સ્ટેશન ખાસ કરીને કપડા ઉદ્યોગ સાથે જોડાયેલા ગુનાઓ, છેતરપિંડી અને વેપારી વિવાદોની તપાસ માટે કાર્ય કરશે.

સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ (Surat Textile Industry) કરોડો રૂપિયાના વાર્ષિક કારોબાર સાથે દેશના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. ઉદ્યોગના સતત વિસ્તરણ સાથે છેતરપિંડી, ચૂકવણી વિવાદ અને અન્ય વ્યાપારી ગુનાઓના કેસોમાં પણ વધારો નોંધાયો છે. આ સમસ્યાઓના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે વિશેષ પોલીસ સ્ટેશનની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી હતી.

ટેક્સટાઇલ વેપાર સાથે સંબંધિત તમામ ફરિયાદો આ વિશેષ Police Stationમાં નોંધાશે

નવી વ્યવસ્થા હેઠળ સલાબતપુરા, મહિધરપુરા, વરાછા, પૂણા, સારોલી, ગોડાદરા અને ઉધના વિસ્તારોમાં ટેક્સટાઇલ વેપાર સાથે સંબંધિત તમામ ફરિયાદો આ વિશેષ પોલીસ સ્ટેશનમાં નોંધાશે. હાલમાં આવા કેસો અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાતા હોવાથી માહિતી એકત્રિત કરવામાં અને આરોપીઓના અગાઉના રેકોર્ડ શોધવામાં મુશ્કેલી પડતી હતી.

ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ તમામ કેસોનો કેન્દ્રીયકૃત ડેટાબેઝ તૈયાર થશે. કોઈપણ આરોપી સામે નોંધાયેલા તમામ કેસોની માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે, જેના કારણે તપાસ વધુ ઝડપી અને અસરકારક બનશે. સાથે જ વારંવાર છેતરપિંડી કરતા તત્વો પર નજર રાખવી પણ સરળ બનશે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA)ના આગેવાનોના જણાવ્યા મુજબ, વેપારીઓ છેલ્લા ત્રણ વર્ષથી આ માંગ ઉઠાવી રહ્યા હતા. સરકાર દ્વારા મંજૂરી મળતાં વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેમનું માનવું છે કે આ પગલાથી વેપારીઓનો સમય અને ખર્ચ બચશે તેમજ છેતરપિંડીના કેસોમાં ઝડપથી ન્યાય મળશે.

ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન (Police Station) સુરત (Surat)ના ઉદ્યોગને વધુ સુરક્ષિત, પારદર્શક અને વ્યવસ્થિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આગામી એકથી બે વર્ષમાં આ પ્રોજેક્ટ કાર્યરત થવાની શક્યતા છે.


આ પણ વાંચો : સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સાંસદ મુકેશ દલાલે સંસદમાં અવાજ ઉઠાવ્યો!

આ પણ વાંચો : સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગ! 10થી વધુ ગાડીઓ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે

આ પણ વાંચો : બાંગ્લાદેશ હિંસાની અસર સુરત ટેક્સટાઇલ માર્કેટ પર