Shah Rukh Khan Jethalal Connection: ટીવી ઇતિહાસના સૌથી પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) માં ‘જેઠાલાલ’ નું આઇકોનિક પાત્ર ભજવીને ઘર-ઘરમાં લોકપ્રિય બનેલા અભિનેતા દિલીપ જોશી (Dilip Joshi) આજે કોઈ ઓળખના મોહતાજ નથી. સોશિયલ મીડિયા પર અત્યારે ‘બોલિવૂડના બાદશાહ’ શાહરૂખ ખાન અને દિલીપ જોશીનો 25 વર્ષ જૂનો એક વીડિયો ક્લિપ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કિંગ ખાને અજાણતામાં કંઈક એવું કહી દીધું હતું, જે આગળ જતાં દિલીપ જોશીના કરિયર માટે અદ્ભુત ઇત્તેફાક અને હકીકત બની ગયું!
ફિલ્મ ‘વન ટુ કા ફોર’ નો મજેદાર સીન થયો વાયરલ
આ વાયરલ વીડિયો વર્ષ 2001 માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘વન ટુ કા ફોર’ (One 2 Ka 4) નો છે. ફિલ્મના એક સીનમાં શાહરૂખ ખાન અને દિલીપ જોશી એકસાથે જોવા મળે છે. સીન એવો છે કે શાહરૂખ ખાન ખૂબ જ ઝડપથી સીડીઓ પરથી નીચે ઉતરી રહ્યા હોય છે અને દિલીપ જોશી બરાબર સીડીઓની નીચે જ પથારી કરીને સૂતા હોય છે. અંધારામાં શાહરૂખ તેમની સાથે અથડાઈને પડી જાય છે અને ગુસ્સામાં દિલીપ જોશીને(Jethalal) ડાયલોગ મારે છે કે, “ચંપક કી ઔલાદ, કિતની બાર કહા હૈ કી સીઢિયોં કે સામને બિસ્તર મત લગાયા કર.” તે સમયે આ એક સામાન્ય કોમેડી સીન હતો, પણ કોઈને નહોતી ખબર કે તેમાં જેઠાલાલનું(Jethalal) ભવિષ્ય છુપાયેલું છે.
બરાબર 7 વર્ષ બાદ સાચી પડી કિંગ ખાનની વાત!
ફિલ્મમાં બોલાયેલો શાહરૂખ ખાનનો આ ડાયલોગ બરાબર 7 વર્ષ પછી દિલીપ જોશીની જિંદગીમાં મોટો ટર્નિંગ પોઈન્ટ લઈને આવ્યો. વર્ષ 2008 માં જ્યારે પ્રખ્યાત સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શરૂ થઈ, ત્યારે દિલીપ જોશીને લીડ રોલ ‘જેઠાલાલ’ તરીકે પસંદ કરવામાં આવ્યા. રસપ્રદ અને ચોંકાવનારી વાત એ છે કે આ શોમાં જેઠાલાલના પિતાનું નામ ‘ચંપકલાલ ગઢા’ (બાપુજી) છે! એટલે કે શાહરૂખ ખાને ફિલ્મમાં દિલીપ જોશીને જે ‘ચંપકની ઔલાદ’ કહીને બોલાવ્યા હતા, તે વાસ્તવમાં ટીવી સ્ક્રીન પર સાચું પડ્યું અને તેઓ ચંપકલાલના દીકરા ‘જેઠાલાલ’ બની ગયા.
ગિનીસ બુકમાં નામ, 18 વર્ષથી દર્શકોના દિલ પર રાજ(Jethalal)
દિલીપ જોશી વર્ષ 2008 થી સતત આ શોનો હિસ્સો છે અને છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. આજે દેશ-દુનિયામાં લોકો તેમને અસલી નામ કરતાં ‘જેઠાલાલ'(Jethalal) ના નામથી વધુ ઓળખે છે. આ શોના નામે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ નોંધાયેલા છે. સૌથી લાંબા સમય સુધી ચાલતા ડેઇલી સિટકોમ (Daily Sitcom) તરીકે આ શોનું નામ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ (Guinness Book of World Records) અને ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’ માં પણ નોંધાઈ ચૂક્યું છે. આ ટીવી સીરિયલ 4500 થી વધુ એપિસોડ્સ પૂરા કરવાનો એક ઐતિહાસિક આંકડો પણ પાર કરી ચૂકી છે.
આ પણ વાંચો:કાલા હરણ શિકાર કેસ પર બનેલી ફિલ્મ સામે સલમાન ખાન પહોંચ્યો કોર્ટ, પ્રોડ્યુસરે આપ્યો ખુલ્લો પડકાર
આ પણ વાંચો:સલમાન ખાનના પાડોશીને હાઈકોર્ટેની ટકોર ‘સોશિયલ મીડિયા પર કોઈને બદનામ કરવાનો અધિકાર નથી’
આ પણ વાંચો:સલમાન ખાને ફાર્મ હાઉસ પર મનાવ્યો પોતાનો 60 મો જન્મદિવસ… બોલીવુડ સિતારી ઉમટ્યાં…


