Patan News/ સમીના સોનાર ગામે પાણીના ખાડામાં કેમિકલ ઠાલવાયું, ગુલાબી પાણીથી ગ્રામજનો ચિંતિત

સમી તાલુકાના સોનાર ગામે પાણી ભરાયેલા ખાડાઓમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ (Chemical Dumping Case) ઠાલવાતા પાણી ગુલાબી બની ગયું છે. ઘટનાની જાણ થતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Others Breaking News
Chemical Dumping Case:પાણીનો રંગ ગુલાબી બનતાં ગ્રામજનોએ ઉઠાવ્યા સવાલ

Patan News: પાટણ જિલ્લાના સમી તાલુકાના સોનાર ગામમાં પર્યાવરણ અને પશુઓના આરોગ્યને અસર પહોંચાડે તેવી ગંભીર ઘટના સામે આવી છે. ગામની સરકારી પડતર જમીનમાં આવેલા પાણી ભરાયેલા ખાડાઓમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ ઠાલવવા (Chemical Dumping Case)માં આવતા પાણીનો રંગ ગુલાબી બની ગયો છે. સાથે જ પાણીમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે.

સોનાર ગામના નાયકા-સમી રોડ નજીક આવેલી સરકારી પડતર જમીનમાં વરસાદી પાણીના સંગ્રહને કારણે મોટા ખાડાઓમાં વર્ષભર પાણી ભરાયેલું રહે છે. આ પાણીનો ઉપયોગ આસપાસના વિસ્તારમાં રખડતા પશુઓ, પક્ષીઓ તેમજ અન્ય જીવજંતુઓ દ્વારા કરવામાં આવે છે.

Chemical Dumping Case: દુર્ગંધ મારતા પાણીથી ગ્રામજનોમાં રોષ

ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા લોકો દ્વારા સમયાંતરે આ ખાડાઓમાં કોઈ રસાયણિક પદાર્થ અથવા કેમિકલ (Chemical Dumping Case) ઠાલવવામાં આવે છે. જેના કારણે પાણીનો રંગ બદલાઈ જાય છે અને દુર્ગંધ ફેલાય છે. તાજેતરમાં પાણી સંપૂર્ણપણે ગુલાબી રંગનું બની જતાં લોકોમાં ચિંતા અને રોષ બંને જોવા મળ્યા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આ પાણી પશુઓ અથવા પક્ષીઓ પીવે તો તેમના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. આ ઉપરાંત પર્યાવરણને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે. ગ્રામજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Chemical Dumping Case
Chemical Dumping Case

આ મામલે ગ્રામજનોએ સમી મામલતદાર, સ્થાનિક પોલીસ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆત બાદ મામલતદારે તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપતા GPCBની ટીમ સ્થળ પર પહોંચી હતી.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળની તપાસ કરી પાણીના નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ નમૂનાઓને વૈજ્ઞાનિક તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ બાદ પાણીમાં કયું રસાયણ ભેળવાયું છે અને તેના પાછળ કોણ જવાબદાર છે તે અંગે વધુ માહિતી સામે આવશે.

હાલ સમગ્ર મામલો ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો પર્યાવરણ સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.


આ પણ વાંચો:સચિન GIDC માં કેમિકલ ઠાલવવા કાંડ માં વધુ એક ની ધરપકડ

આ પણ વાંચો:કેમિકલ માફિયા બેફામ! રાજકોટની ભાદર નદીમાં ઝેરી પાણી ઠાલવી સરકારને આપી ‘ખુલ્લી ચેલેન્જ’

આ પણ વાંચો:દહેગામ નજીક કેમિકલયુક્ત પાણી ઠલવાતા લોકો અને પશુધનના સ્વાસ્થ્ય પર ખતરો