Ahmedabad News/ રાષ્ટ્રીય પક્ષી મોરના શિકાર કેસમાં આરોપીને હાઈકોર્ટમાંથી રાહત, 25 હજારના બોન્ડ પર મળ્યા જામીન

ગીર-સોમનાથ જિલ્લામાં નોંધાયેલા રાષ્ટ્રીય પક્ષી મોરના શિકાર કેસ (Peacock Hunting Case)માં આરોપીને ગુજરાત હાઈકોર્ટે 25 હજારના બોન્ડ પર શરતી જામીન મંજૂર કર્યા છે. અગાઉ ઊના કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Peacock Hunting Caseમાં ઊના કોર્ટ બાદ હાઈકોર્ટમાંથી જામીન મંજૂર

Ahmedabad News: ગીર-સોમનાથ જિલ્લામાં નોંધાયેલા રાષ્ટ્રીય પક્ષી મોરના શિકાર કેસ (Peacock Hunting Case)માં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કેસના આરોપી તરીકે નામ સામે આવેલા રાજકોટના 22 વર્ષીય યુવકને હાઈકોર્ટે 25 હજાર રૂપિયાના બોન્ડ પર શરતી જામીન મંજૂર કર્યા છે. અગાઉ ઊના કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

Peacock Hunting Case: ચાર્જશીટ બાદ આરોપીને જામીન

મળતી માહિતી મુજબ, આરોપી સામે ગીર-સોમનાથ (Gir Somnath) જિલ્લાના જસાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન આરોપી અને અન્ય સહ-આરોપીઓ પર રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર (Peacock Hunting Case) કરવાનો, તેના પીંછા અને અવશેષોનો નાશ કરવાનો તેમજ ગેરકાયદે શિકાર (Peacock Hunting Case)સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન આરોપીઓના અસ્થાયી નિવાસસ્થાનેથી કાળિયાર હરણનું શિંગડું અને શિકાર માટે ઉપયોગમાં લેવાતી ક્લચ વાયરની જાળ પણ મળી આવી હોવાનો આરોપ છે. આ મુદ્દે વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જામીન અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે  (Gujarat High Court) નોંધ્યું હતું કે કેસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ થઈ ગઈ છે. આરોપી 28 જાન્યુઆરીથી ન્યાયિક કસ્ટડીમાં હતો અને તેની સામે અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નોંધાયો નથી.

હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં આજીવન કેદ અથવા મૃત્યુદંડ (Death penalty) જેવી સજાની જોગવાઈ નથી. સાથે જ ટ્રાયલ પૂર્ણ થવામાં લાંબો સમય લાગી શકે છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને 25 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને નિર્ધારિત શરતોના આધારે નિયમિત જામીન મંજૂર કર્યા છે.

વન્યજીવ સંરક્ષણ સંબંધિત કેસોમાં કોર્ટના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જોકે કેસની ટ્રાયલ હજુ ચાલુ રહેશે અને આરોપો અંગેનો અંતિમ નિર્ણય કોર્ટ દ્વારા પુરાવાઓના આધારે લેવામાં આવશે.


આ પણ વાંચો:કાલા હરણ શિકાર કેસ પર બનેલી ફિલ્મ સામે સલમાન ખાન પહોંચ્યો કોર્ટ, પ્રોડ્યુસરે આપ્યો ખુલ્લો પડકાર

આ પણ વાંચો:ગીરમાં ‘ખૌફનાક’ દ્રશ્યો! સિંહે શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મૂકી, ગામમાં ચીસાચીસ

આ પણ વાંચો:સસલાંના શિકારનો પ્રયાસ નિષ્ફળ, વન વિભાગે બે શિકારીઓને ઝડપી લીધા