National News/ અયોધ્યા રામ મંદિરમાં ચંદા ચોરી મામલે 8 લોકો સામે ગુનો દાખલ, SIT તપાસ બાદ એક્શન

અયોધ્યાના શ્રીરામ મંદિરમાં (Ayodhya Ram Mandir)ચંદા અને ચઢાવા ચોરી મામલે એસઆઈટી (SIT) ના રિપોર્ટ બાદ 8 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસમાં ચંપત રાયના ડ્રાઈવર અને નોટો ગણનારી ટીમના સભ્યોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઈ છે.

NATIONAL Ayodhya News Top Stories India
Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir Case Updates: અયોધ્યાના ભવ્ય શ્રીરામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા ચઢાવા અને ચંદાની ચોરીનો એક અત્યંત ચોંકાવનારો માહોલ સામે આવ્યો છે. આ મામલે એસઆઈટી (SIT) ના પ્રાથમિક તપાસ અહેવાલ સોંપાયાના બે જ દિવસમાં મોટી કાર્યવાહી કરીને 8 લોકો સામે એફઆઈઆર (FIR) દર્જ કરવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય  કૃષ્ણ મોહનની ફરિયાદના આધારે અયોધ્યા પોલીસે આ તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આ તમામ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પીસી એક્ટ (PC Act) ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Ayodhya Ram Mandir ચોરીના કેસમાં ઝડપાયેલા આરોપીઓ

આરોપીઓમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના ડ્રાઈવરથી લઈને બેંકના નિવૃત્ત કર્મચારીઓ સામેલ છે. મંદિરમાં આ 8 લોકોની જવાબદારી નીચે મુજબ ગોઠવાયેલી હતી:

રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ:

આ આરોપી રામ મંદિર (Ayodhya Ram Mandir) ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો ખાસ ડ્રાઈવર અને નજીકનો માણસ છે. તે મંદિરમાં વ્યવસ્થાપક તરીકે શ્રદ્ધાળુઓના દર્શન અને જનસુવિધાઓ જોતો હતો. તેને મંદિરમાં ગમે ત્યાં આવવા-જવાની છૂટ હતી અને તેની બુલેટ અંદર સુધી જતી હતી. તેનું મુખ્ય કામ દાનપાત્રોની દેખરેખ રાખવી અને તેને બેઝમેન્ટ સુધી પહોંચાડવાનું હતું.

સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ (ગણતરી ઇન્ચાર્જ):

આ આરોપી એસબીઆઈ (SBI) નો નિવૃત્ત બેંક કર્મચારી છે. રામ મંદિરમાં (Ayodhya Ram Mandir)આવતા ચઢાવાના નોટોની ગણતરીની સંપૂર્ણ પ્રક્રિયાનો તે મુખ્ય ઇન્ચાર્જ હતો અને કેશ કાઉન્ટિંગ સેન્ટરના સ્ટાફ પર નજર રાખતો હતો.

લવકુશ મિશ્રા:

આ આરોપી ચઢાવાની રોકડ ગણનારી ટીમમાં સામેલ હતો. તપાસ દરમિયાન આ લવકુશ મિશ્રાના ઘરેથી આશરે રૂ. 10 લાખની રોકડ રકમ પણ રિકવર (બરામદ) થઈ છે.

અનુકલ્પ મિશ્રા:

લવકુશ મિશ્રાનો સાળો થતો આ આરોપી છેલ્લા બે વર્ષથી નોટો ગણવાની કામગીરીમાં હતો. તે શ્રદ્ધાળુઓના સુવિધા સેન્ટરમાં તૈનાત હતો અને તેના પર ચઢાવાના વાઉચરોમાં ગરબડ કરવાનો ગંભીર આરોપ છે.

કરુણેશ પાંડે:

આ આરોપીનું કામ દાનપાત્રોમાંથી ચઢાવાને ગણતરી રૂમ (ગણના કક્ષ) સુધી પહોંચાડવાનું અને નોટો ગણવાનું હતું. તેના પર દાનની રકમ ચોરી કરીને ગેરકાયદેસર સંપત્તિ વસાવવાનો આરોપ છે.

મનીષ યાદવ:

આ આરોપીને દાનપાત્રમાંથી નીકળતી નોટોમાંથી નકલી નોટો ઓળખીને તેને ગણીને અલગ રાખવાની ખાસ જવાબદારી સોંપાઈ હતી. તેના પર પણ ચઢાવા ચોરીનો આક્ષેપ છે.

અવિનાશ શુક્લા:

આ આરોપી દાનપાત્રમાંથી રોકડ રકમ બહાર કાઢવાનું અને તેને કાઉન્ટિંગ રૂમ સુધી લઈ જવાનું કામ કરતો હતો અને નોટો ગણનારી ટીમનો સભ્ય હતો.


આ પણ વાંચો:અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં નિવૃત્ત IAS અધિકારી સંભાળશે કમાન, ટૂંક સમયમાં થશે CEO ની નિમણૂક

આ પણ વાંચો:સોનાની ગદા અને 40 દાનપેટી ગુમ! અયોધ્યા રામ મંદિરમાં ચોરીથી હડકંપ

આ પણ વાંચો:રામ મંદિરની દાનપેટીઓમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયાનું હવે થશે વીડિયોગ્રાફી