Ahmedabad News/ અમદાવાદ જિલ્લામાં મેઘમહેર: ધંધુકા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ

લાંબા વિરામ બાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા (Dhandhuka) અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી, જ્યારે અનેક ગામોમાં 1.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો.

Top Stories Gujarat
DHANDHUKA

Ahmedabad Rain: અમદાવાદમાં લાંબા વિરામ બાદ અમદાવાદ જિલ્લામાં મેઘરાજાએ ફરી જોરદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના ધંધુકા (Dhandhuka) તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધંધુકાના ઊંચડી વિસ્તારમાં ભારે પવન સાથે અંદાજે 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે થોડા જ સમયમાં ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને અનેક સ્થળોએ રસ્તાઓ નદી જેવા દેખાવા લાગ્યા હતા.

માત્ર ઊંચડી જ નહીં, પરંતુ ધંધુકા તાલુકાના ચંદરવા, ઊંચડી સાલાસર, બાજરડા, સરવાળ અને ઝાંઝરકા સહિતના ગામોમાં પણ ગાજવીજ અને તેજ પવન સાથે સારો વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો તેમજ કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

જિલ્લામાં અગાઉ પણ સારો વરસાદ પડી ચૂક્યો હોવાથી આ નવા વરસાદથી ખેતીના પાકને ક્યાંક લાભ તો ક્યાંક નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે લાંબા સમયથી અનુભવાઈ રહેલી ઉકળાટ બાદ વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને રાહતનો અનુભવ થયો છે.


આ પણ વાંચો: રાજ્યમાં ચોમાસું સક્રિય, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસી શકે મેઘરાજા, જાણો સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો: દેશના 21થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને 80 કિમીની ઝડપે પવનની આગાહી

આ પણ વાંચો: જાપાન પછી હવે ભારત પણ ભૂકંપ અર્લી વોર્નિંગમાં આગળ, ઉત્તરાખંડ અને હિમાલયી રાજ્યોમાં ભૂકંપના ઝટકા પહેલાં મળશે એલર્ટ