#Rajkotnews/ રાજકોટના શાપરમાં યુવકનો કોહવાયેલો મૃતદેહ મળ્યો: યુવકની રહસ્યમય વેશભૂષા જોઈ પોલીસ પણ ચોંકી, હત્યાની આશંકા

Rajkot News: શાપર-વેરાવળ (Shapar Veraval)  GIDC વિસ્તારમાંથી એક યુવકનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનટી વ્યાપી જવા માપી છે. GIDC વિસ્તારમાં આવેલા મસ્કત ફાટક નજીકથી મળી આવેલ યુવકના મૃતદેહનો પોલીસે કબ્જો મેળવી પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Shapar Veraval માં આવેલા મસ્કત ફાટક પાસે દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ […]

Gujrat Rajkot Breaking News
Rajkot shapar veraval

Rajkot News: શાપર-વેરાવળ (Shapar Veraval)  GIDC વિસ્તારમાંથી એક યુવકનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનટી વ્યાપી જવા માપી છે. GIDC વિસ્તારમાં આવેલા મસ્કત ફાટક નજીકથી મળી આવેલ યુવકના મૃતદેહનો પોલીસે કબ્જો મેળવી પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Shapar Veraval માં આવેલા મસ્કત ફાટક પાસે દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી

GIDC વિસ્તારમાં આવેલા મસ્કત ફાટક નજીકથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાપર વેરાવળ (Shapar Veraval)ના મસ્તક રેલવે ટ્રેક નજીક આવેલી અવાવરૂ જગ્યામાંથી એક અજાણ્યા યુવકનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મસ્કત ફાટક નજીક અવાવરૂ જગ્યામાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી ગત રાત્રે શાપર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને યુવકનો મૃતદેહનો કબ્જો લીધો હતો.

મહિલાઓના ઘરેણા પહેરેલ યુવકનો મૃતદેહ મળતા અનેક તર્ક-વિતર્ક

આ ઘટનામાં સૌથી વધુ રહસ્યમય બાબત એ છે કે મૃતક યુવકે મહિલાઓ પહેરે તેવા દાગીના પહેર્યા હતા. મૃતદેહ 4 થી 5 દિવસ જૂનો હોવાથી તેમાં જીવાતો પડી ગઈ હતી. હાલ શાપર પોલીસે હત્યાની આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકના શરીર પર લાંબા વાળ, પગમાં સ્ત્રીઓ પહેરે તેવા સાંકળા (ઝાંઝરી) અને હાથમાં બંગડી જેવું ઘરેણું પહેરેલું જોવા મળ્યું હતું. આ દાગીના અને વેશભૂષા જોઈને શરૂઆતમાં પોલીસને લાગ્યું કે કોઈ મહિલાનો મૃતદેહ છે, પરંતુ બારીકાઈથી તપાસ કરતા મૃતક 20થી 25 વર્ષનો યુવક હોવાનું સામે આવ્યું હતું. મૃતકે જીન્સનું પેન્ટ પહેરેલું છે.યુવકની રહસ્યમય વેશભૂષા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

મૃતકની ઓળખ મેળવવા પોલીસના પ્રયાસો તેજ

પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી ઘટનાસ્થળે જરૂરી પંચનામું અને કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં તબીબોની ખાસ પેનલ દ્વારા પીએમ કરવામાં આવ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ, તબીબોનો સત્તાવાર ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જો તેમાં કોઈ હિંસા કે ગળું દબાવવાના નિશાન ખુલશે, તો તુરંત જ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: રાજકોટ શાપરના વેપારી સાથે 1.22 કરોડની ઠગાઇ IAS,સેન્ટ્રલ IB ડે.ડાયરેક્ટર તરીકે આપી ઓળખ

આ પણ વાંચો: રાજકોટના શાપરમાં દુષ્કર્મનો આરોપી બિહાર-યુપી બોર્ડરથી ઝડપી લીધો

આ પણ વાંચો: કિન્નર સમાજની માનવતા: દીકરીને દત્તક લઈ વાજતે-ગાજતે ઢૂંઢોસ્તવ ઉજવ્યો, સમાજ માટે બન્યા પ્રેરણા