Rajkot News: રાજકોટમાં ડિમોલેશન કામગીરી દરમિયાન પાણીની બોટલ (Rajkot Water Bottle Bill Controversy)ના ખર્ચને લઈને વિવાદે વધુ વેગ પકડ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટ અને ઓડિયો ક્લિપ બાદ પાણી વિતરણ અને બિલિંગ પ્રક્રિયા અંગે અનેક સવાલો ઊભા થયા છે.
સોશિયલ મીડિયા પર પુરૂષોત્તમ પીપળીયા દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં હરિસિંગ સુચરીયા સાથેની વાતચીતનો હોવાનો દાવો કરાતો ઓડિયો પણ જોડવામાં આવ્યો છે. વાયરલ ઓડિયોમાં આશરે 5,000 પાણીની બોટલો (Rajkot Water Bottle Bill Controversy)નું વિતરણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ સાથે ઉમિયા મંડપના માલિક સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રૂ.2 કિંમતની પાણીની બોટલ (Rajkot Water Bottle Bill Controversy) માટે રૂ.8 વસૂલવામાં આવ્યા હતા અને કુલ મળીને આશરે રૂ.12 લાખનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું.
Rajkot Water Bottle Bill Controversy: પાણી વિતરણ મુદ્દે નવા ખુલાસાના દાવા
જોકે, આ દાવાઓ અને વાયરલ ઓડિયોની સ્વતંત્ર રીતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સંબંધિત પક્ષો તરફથી પણ આ મામલે સંપૂર્ણ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડિમોલેશન કામગીરીના ખર્ચને લઈને વિવાદ સર્જાયો હતો. હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી માહિતી બાદ સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હાલ સંબંધિત દસ્તાવેજો, બિલ અને વાયરલ ઓડિયોની સત્યતા અંગે તપાસ બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચો:જૂનાગઢમાં ગેરકાયદે જમીનો પર તંત્રનું બુલડોઝર ફર્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન
